ભયંકર અકસ્માત ! ફૂલ સ્પીડે આવેલ કાર પથ્થરો સાથે અથડાઈ ને સીધી વીજપોલ પર ચડી આખેઆખા વીજપોલ ને જ, જુઓ તસવીરો.
રોજબરોજ અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. અકસ્માતમાં ક્યારેક ફૂલ સ્પીડે જતી કાર અથવા તો બાઈક રોડ રસ્તા ઉપર અથડાઈ જતી હોય છે. ક્યારેક લોકો મોતને પણ ભેટતા હોય છે. તો ક્યારેક કોઈક વ્યક્તિઓના નસીબ સારા હોય કે ભયંકર અકસ્માત થવા છતાં પણ બચી જતા હોય છે. એવી જ એક ઘટના છત્તીસગઢના ધમતરી માંથી સામે આવી છે.
જેમાં એક હાઈ સ્પીડ કાર એક વીજળીના થાંભલા સાથે અથડાણી હતી. અને થાંભલા ને પણ તોડી પાડ્યો હતો. વધુ વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના છત્તીસગઢમાં રાયપુર ધામતરી રોડ પર કૂર્મા તરાઈ ગામ પાસે બની હતી. જેમાં એક ફૂલ સ્પીડ આવી રહેલી કાર પથ્થરોના ઢગલા સાથે અથડાય હતી. ત્યારબાદ કાર હવામાં પાંચ ફૂટ ઉપર ઉલ્લી અને બે ઇલેક્ટ્રોનિક થાંભલા ની વચ્ચે આવેલા ટ્રાન્સફોર્મર નજીક અથડાય અને તેની વચ્ચે ફસાઈ ગઈ હતી.
કાર ફસાઈ ગયા બાદ ડ્રાઇવર મહામુસીબતે બહાર આવ્યો હતો. ડ્રાઇવરને નાની મોટી ઇજાઓ થઈ હતી. સદનસીબે ડ્રાઇવરનો જાન બચી ગયો હતો. ગ્રામજનોએ કહ્યું કે આ કાર ખૂબ જ ફુલ સ્પીડમાં આવી રહી હતી અને જેવી વીજ પોલ સાથે અથડાય કે એક થાંભલા ને પણ તોડી પાડ્યો હતો. જાણવા મળ્યું કે બે થાંભલાને ટેકો આપવા માટે વાયર સાથે બંને થાંભલા ને બાંધવામાં આવ્યા હતા. તે વાયરમાં જઈને આ કાર અથડાઈ હતી.
આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે આવીને આખી વિગતે માહિતી મેળવી હતી. તો ડ્રાઇવર ફરાર થઈ ચુક્યો હોય તો જે બાદ પોલીસે ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી હતી. આમ આ આખી અકસ્માતની ઘટના સામે આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર રીતે થયો હશે. કાર વીજળી ના પોલ સાથે ફસાઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!