ભયકંર અકસ્માત ! દારૂ ના નશા માં ધૂત એમ્બ્યુલન્સ ના ડ્રાયવરે યુવાન ને ટક્કર મારી. યુવાન 40 ફૂટ સુધી ઢસડાયો અને…
રોજબરોજ અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. નિર્દોષ લોકો અકસ્માત માં મોત ને ભેટતા હોય છે. ક્યારેક કોઈ ચાલક દારૂ ના નશા માં ધૂત થઇ ને ગાડીઓ ચલાવતા હોય છે. એવામાં કોઈ ને ટક્કર મારી દેતા હોય છે. રાજસ્થાન ની એક અકસ્માત થવાની ઘટના સામે આવી છે. જેમાં એક 12 માં ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ને એક એમ્બ્યુલન્સે ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતે જાણવા મળ્યું કે, રાજસ્થાન ના ભરતપુર માં મંગળવારે સવારે નદબઇ વિસ્તાર માં એક એમ્બ્યુલન્સ ફુરપાટ ઝડપે આવી હતી. એમ્બ્યુલન્સ ના ડ્રાયવરે પહેલા 26 વર્ષ ના લલિતકુમાર ને ટક્કર મારી જે સવારે મોર્નિંગ વોલ્ક માં નીકળ્યા હતા. ત્યારબાદ આગળ જતા એમ્બ્યુલન્સ દ્વાર બે યુવકો ને ટક્કર મારવામાં આવી હતી. જેમાં 17 વર્ષ ના યુવાન વિશાલ અને 17 વર્ષ ના યુવાન રામેશ્વર સિંહ ચાલતા જતા હતા.
આ ટક્કર એટલી બધી જોરદાર હતી કે, ટક્કર માં રામેશ્વર સિંહ 40 ફૂટ સુધી ઢસડાયો. ત્યારબાદ રામેશ્વર સિંહ ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઘટના જ્યાં બની તે સમયે હાજર લોકો એ કહ્યું કે એમ્બ્યુલન્સ નો ડ્રાયવર દારૂ ના નશા માં ધૂત થઇ ને એમ્બ્યુલન્સ ચલાવતો હતો. તેણે યુવાનો ને ટક્કર મારી અને બાદ માં એમ્બ્યુલન્સ પણ પલ્ટી મારી ગઈ હતી.
મરનાર રામેશ્વર સિંહ ના પિતા મહેંદ્રસિંહ જાટ ITBP ના જવાન છે. પિતા એ કહ્યું કે તેનો પુત્ર મોર્નિંગ વોલ્ક માં ગયો હતો. અને પુત્ર એ હાલમાં જ ધોરંણ 12 ની પરીક્ષા આપી હતી. પોલીસે આ ઘટના માં એમ્બ્યુલન્સ ડ્રાયવર રાજેશ મીણા ની અટકાયત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!