ભયંકર અકસ્માત ! ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ઇકો કાર નો કુરચો બોલી ગયો અને એક યુવક નું…
ગુજરાત માં અવારનવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. રસ્તા પર ગાડીઓ, કારો અને ટ્રક જેવા મોટા વાહનો એવી સ્પીડે જતા હોય છે કે અકસ્માત થવાની ભીતિ ભયાનક બનતી જાય છે. અકસ્માત માં ખાસ કરીને નિર્દોષ વ્યક્તિઓ ના જીવ જોખમ માં મુકાય જતા હોય છે. રાજકોટ-જામનગર રોડ પર થી એક ભયાનક અકસ્માત નો કેસ સામે આવ્યો છે. જેમાં એક નું તો ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતે જાણવા મળ્યું કે, રાજકોટ થી જામનગર તરફ જતી એક ઇકો કાર અને એક ટ્રક બન્ને ભયંકર રીતે અથડાણા હતા. બન્ને વચ્ચે એવો ભયંકર અકસ્માત થયો કે, ઇકો કાર નો ડાબી બાજુનો ભાગ હતો તેનો તો કુરચો બોલી ગયો. આ ભયાનક અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. અને અન્ય ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઇજાગ્રસ્તો ને તાત્કાલિક ના ધોરણે 108 એમ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બાબત ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળ પર આવીને લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માત ની ઘટના ને લઇ ને રસ્તા પર ચારેબાજુ ટ્રાંફીક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. લોકો અને પોલીસે મહામુસીબતે લાશ ને બહાર કાઢી હતી.
ગુજરાત માં હાઇવે પર ખુબ જ અકસ્માત ની ઘટનાઓ સામે આવતી રહે છે. અકસ્માત ના દ્રશ્યો ખુબ જ ભયાનક હોય છે. લોકો નું અકસ્માત થતા ક્યારેક તો લાશ ની પણ ઓળખ કરવી મુશ્કિલ થઇ પડતી હોય છે. અકસ્માત ને ઘટાડવા ખાસ તો કાર ડ્રાયવરે કાર ચલાવતા સમયે સીટ બેલ્ટ પહેરી રાખવો અનિવાર્ય છે. જેના લીધે અકસ્માત થાય તો પણ ઈજાઓ ઓછી થવાની સંભવનાઓ રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!