ભયંકર અકસ્માત ! વિધવા માતા અને ઘર ની જવાબદારી સંભાળનાર યુવક નું એક્સીડંટ થતા ઘટનાસ્થળે જ…
ગુજરાત માંથી અવારનવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકો રસ્તા પર ગાડીઓ અને કારો ને પુરપાટ ઝડપે ચલાવતા હોય છે. જેમાં ક્યારેક વ્યક્તિ મોત ને ભેટતો હોય છે. જેમાં તેનો આખો પરિવાર રઝળી પડતો હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પિતા ની છત્રછાયા ગુમાવ્યા બાદ ઘર અને માતા ની જવાબદારી પોતાના માથે લઇ ને ફરતા એક યુવાન નું અકસ્માતે મોત થયું છે.
અમદાવાદ માં રહેતા સુનિલ મુલચંદાણી સરદારનગર ના સમરથનગર માં પોતાની વિધવા માતા સાથે રહેતો હતો. સુનિલ કાપડની દલાલી નું કામ કરતો હતો. સુનિલ મોડીરાત્રે તેની ટોયોટા કાર લઇ ને કઈ કામે ગયો હતો. જે ગાંધીનગર ના એપોલો સર્કલ નજીક પહોંચતા સુનિલે કાર ના સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવતા તેની કાર એક ડિવાઇડર પર ચડી ગઈ હતી.
સુનિલ નું એક્સીડંટ એટલું ભયાનક હતું કે, સુનિલ નું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. ઘર ની અને માતા ની જવાબદારી સુનિલ ના માથે હતી. અચાનક સુનિલ મૃત્યુ પામતા માતા એ પુત્ર ગુમાવ્યો. અને માતા સાવ નોંધારી બની ગઈ. આ ઘટના ની જાણ 108 ને થતા ત્યાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું. સુનિલ ના સાગા સંબંધીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
આ ઘટના માં અડાલજ પોલીસ મથક ના પોલીસ અધિકારી એ અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ ની જાણ સુનિલ ની માતા ને થતા માતા ને ઘણો આઘાત લાગ્યો હતો. લોકો આવી રીતે પુરપાટ ઝડપે કાર દોડાવતા હોય છે. જેમાં દુર્ઘટના સર્જાતા પરિવાર ને ખુબ જ સહન કરવાનો વારો આવતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!