ગુજરાત ના આકાશ માં વાવઝોડા નું ભયંકર રૂપ જોવા મળ્યું, ઠેર ઠેર તબાહી ના દ્રશ્યો જોવા મળ્યા…જુઓ ફોટા.
ગુજરાત માં મોટા ભાગ ના જિલ્લાઓ માં ચોમાસા ની શરૂઆત થઇ ચુકી છે. એવામાં અમુક વિસ્તારો માંથી ભયાનક વાવાઝોડા ના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. એવા આકાશી દ્રશ્યો સર્જાયા કે જોવા વાળા ના શ્વાસ અદ્ધર ચડાવી દીધા. ગુજરાત માં વરસાદ ના આગમન સાથે વાવાઝોડા એ પણ ક્યાંક ક્યાંક જોર પક્ડયું હતું. થોડા દિવસ પહેલા લખતર પંથક માં વાવઝોડા નો વિડીયો સામે આવ્યો હતો.
એવી જ એક ઘટના હળવદ વિસ્તાર માં બની છે. જ્યાં વાવાઝોડા ની અસર થી ભારે તબાહી સર્જાય હતી. હળવદ માં આવેલા વાવઝોડા ના લીધે તબેલા માં ભેંસો માટે બનાવેલા શેડ પણ ઉડી ગયા હતા. વાવાઝોડા ની તીવ્રતા એવી હતી કે, વેરહાઉસ માં બનાવેલા શેડ પણ ઉડી ને દૂર ગયા હતા. હળવદ ગામમાં આવેલા મીની વાવાઝોડા એ ભયંકર તબાહી સર્જી હતી.
હળવદ માં આવેલ વાવાઝોડા માં તબેલા માં રહેલ પાંચ ભેંસો શેડ ની નીચે દટાય ગઈ હતી. જોકે આજુબાજુ ના લોકો ની ભારે જહેમત બાદ ભેંસો ને સહીસલામત બહાર કાઢવામા આવી હતી. હળવદ માં ભારે પવન ફુંકાતા લોકો ના ઘરો ના છાપરા પણ ઉડી ગયા હતા. જોકે આ ચક્રવાત સાથે ત્યાં વરસાદ ના માત્ર ઝાપટા જ પડ્યા હતા.
આ ઉપરાંત સુરેન્દ્રનગર માં પણ વાવાઝોડા ની અસર જોવા મળી હતી. ત્યાં ઠેર ઠેર વીપોલ ઉખડી જવાની અને ધરાશાયી થવાની ઘટના બની હતી. હજુ આગામી દિવસો માં ગુજરાત ના સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ ની આગાહીઓ કરવામાં આવેલી છે. ગુજરાત ના ઘણા વિસ્તારો માં વરસાદ વરસતા પહેલા તીવ્ર પવન ફૂંકાવાની ઘટનાઓ સામે આવી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.