સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા એટલે પવન કલ્યાણ આ અભિનેતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે તો બીજી તરફથી રાજનીતિ સાથે પણ સંકળાયેલા છે. પવન કલ્યાણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા મુવીમાં કામ કરેલું છે અને તેના ચાહકોની સંખ્યા પણ કરોડોમાં જોવા મળે છે. થોડા સમય પહેલા એટલે કે પાંચ નવેમ્બર 2022 ના રોજ પવન કલ્યાણ આંધ્રપ્રદેશના એક ગામની મુલાકાત તેમની રાજકીય પાર્ટી સાથે લીધી હતી.
આ પ્રવાસ દરમિયાન સેકડો ગાડીઓનો કાફલો તેની સાથે જોડાયેલો હતો અને પવન કલ્યાણ આ સમયે રાજકારણનો એક સ્ટંટ કર્યો હતો. એટલે કે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચાય એ માટે અભિનેતાએ એક ખુલ્લી ગાડી ઉપર બેસીને એક સ્ટંટ કર્યો હતો. કે જેમાં તે સેકડો ગાડીઓના કાફલા સાથે પોતે ગાડીની ઉપર ચડીને બેસ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો અને લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા હતા.
It may appear off track to say like this but that swag 🔥 and attitude off the screen 👌👌 మన దగ్గర తప్పు లేనప్పుడు వచ్చే ధైర్యం @PawanKalyan .#JSPStandsWithIpptam pic.twitter.com/JeQ0waTYNe
— Dr.Shiva Prasad Reddy (@Dr_bspreddy) November 5, 2022
આ વીડિયોને પવન કલ્યાણ ની પૂર્વ પત્ની અને અભિનેત્રી રેણુ દેસાઈ ની પુત્રી આધ્યા એટલે કે પવન કલ્યાણ ની પુત્રી આધ્યા એ આ સીન ને રીક્રિએટ કર્યો છે અને પોતે તેના પિતાની જેમ ખુલ્લી ગાડીમાં રોડ ઉપર સ્ટંટ કરતી જોવા મળી હતી. જેનો વિડીયો પવન કલ્યાણ ની પૂર્વ પત્ની રેણુ દેસાઈએ પોતાના instagram એકાઉન્ટ પર શેર કર્યો હતો અને કેપ્શન માં લખ્યું હતું કે લાઈક ફાધર લાઇક ડોટર.
View this post on Instagram
પવન કલ્યાણ ની વાત કરવામાં આવેલ તો તેણે અભિનેત્રી રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા અને દંપત્તિને બે બાળકો અકિરા અને આધ્યા છે પરંતુ તે બંને બાદમાં અલગ થઈ ગયા હતા. પવન કલ્યાણ એ પોતાનો આ વિડીયો જે દિવસે મુક્યો હોત તો એ દિવસે એક વ્યક્તિએ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી કે જેમાં બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરવાના ગુના બદલ અને અન્ય વ્યક્તિઓના સુરક્ષાની જોખમમાં મૂકવા બદલ એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પવનના કલ્યાણની વાત કરવામાં આવે તો વર્ષ 2023 માં એક્શન એડવેન્ચર ડ્રામા ફિલ્મ તેની રિલીઝ થવા જઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!