સિંઘમ મુવી ની એક્ટ્રેસે તેના જન્મદિવસ નિમિતે એવી તસ્વીર શેર કરી કે, તેના ફેન્સ પણ ચોકી ઉઠ્યા…જુઓ ખાસ તસ્વીર.

બૉલીવુડ ના અભિનેતા અને અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખાસ હેડલાઈન માં હોય જ છે. હાલમાં જ એક બૉલીવુડ ની અને સાઉથ ની અભિનેત્રી એવી કાજલ અગ્રવાલે તેના 37 માં જન્મ દિવસ નિમિતે તેના અને તેના પુત્ર ની તસ્વીર શેર કરી હતી. બૉલીવુડ ના અભિનેતા કે અભિનેત્રીઓ ના જ્યારે જન્મદિવસ હોય એટલે તેના ફોટા સોશીયલ મીડિયા પર શેર થતા જ હોય છે.

બૉલીવુડ મુવી ‘સિંઘમ’ માં અજય દેવગણ સાથે જોવા મળેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ સાઉથ ની સુપરસ્ટાર અભિનેત્રી છે. કાજલ અગ્રવાલ માટે આ જન્મદિવસ ખાસ હતો કારણ કે, આ જન્મદિવસે તેની સાથે તેનો પુત્ર પણ હતો. હજુ થોડા સમય પહેલા જ ફાધર્સ ડે ઉપર કાજલ અગ્રવાલે તેના પુત્ર અને તેના પતિ ગૌતમ ની તસ્વીર શેર કરી હતી. કાજલ અગ્રવાલ ના લગ્ન બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે 30 ઓક્ટોમ્બર 2020 ના રોજ થયા હતા.

કાજલે તેના બાળક ને 19 એપ્રિલ 2022 ના રોજ જન્મ આપ્યો હતો. કાજલ અગ્રવાલે સિંઘમ મુવી માં કામ કર્યા બાદ તેનો જાદુ બૉલીવુડ માં ખાસ જોવા મળ્યો નથી. એટલે કે તે બૉલીવુડ માં ખાસ એવું કામ કરતી જોવા મળતી નથી. પરંતુ તેને તમિલ, તેલુગુ અને મલયાલમ મુવી માં ઘણુંય બધું યોગદાન આપેલું છે. કાજલ નો જન્મ પંજાબ માં થયો હતો. અને તેણે કોલેજ ના દિવસો થી જ મોડલીંગ કરવાનું શરુ કરી દીધું હતું.

થોડા સમય પહેલા કાજલ બૉલીવુડ ના અભિનેતા જોન અબ્રાહમ સાથે જોવા મળી હતી. તેની બૉલીવુડ સફર ની વાત કરીએ તો તેણે 2004 માં બૉલીવુડ ની ફિલ્મ ” ક્યુ હો ગયા ના ” માં નાનો એવો રોલ નિભાવ્યો હતો. જેમાં તે બોલીવુડ ની સ્ટાર અભિનેત્રી એશવરિયા રાઈ સાથે તેની ફ્રેન્ડ નો રોલ નિભાવ્યો હતો. અને ત્યાર બાદ સિંઘમ માં જોવા મળી હતી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.