આ અભિનેત્રી એ આપઘાત કરતા પહેલા ફેસબુક પોસ્ટ કરીને કર્યો મોટો ખુલાસો. ત્યારબાદ ભર્યું મોટું પગલું…
સાઉથ ની અભિનેત્રીઓ ના આપઘાત કરવાના કિસ્સાઓ ઘણા બધા સામે આવી ચુક્યા છે. જેમાં છેલ્લા ઘણા સમય થી ઘણી બધી અભિનેત્રીઓ એ આપઘાત કરી ને જીવન ટૂંકાવી લીધું છે. હાલ માં પશ્ચિમ બંગાળ ની એક અભિનેત્રી એ આત્મહત્યા ની કોશિશ કરી હતી. પરંતુ તેણે આપઘાત કરવાની કોશિશ કરતા પહેલા ફેસબુક માં આ માટે પોસ્ટ કરી હતી. જે પોસ્ટ તેના રેલેટીવે અને દોસ્તો એ જોઈ લેતા પોલીસ ની મદદ થી બચી ગઈ હતી.
વધુ વિગતે જાણવા મળ્યું કે, બાંગ્લા ની અભિનેત્રી રાઈ દેબલીના ડે એ શુક્રવારે રાતે આપઘાત કરવાની કોશિશ કરી હતી. બંગાળ ની અભિનેત્રી ઓ પલ્લવી ડે, વિદિશા ડે મજમુદાર, મંજુષા નિયોગી વગેરે અભિનેત્રી, મોડેલ્સ ની આપઘાત નો ઘટનાઓ સામે આવી ગઈ છે. એમાં રાઈ દેબલીના ડે એ આપઘાત ની કોશિશ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
શુક્રવારે રાત્રે રાઈ દેબલીના ડે પોતાના ફેસબુક એકાઉંટ પર એક પોસ્ટ કરી અને પોતાના દુઃખ ની વાત કહી. આ પોસ્ટ તેના સગાવ્હાલા અને મિત્રો એ વાંચી લેતા. તેને ફોન કરવાના ચાલુ કરી દીધા. પરંતુ રાઈ દેબલીના ડે નો ફોન બંધ આવતો હતો. સગા વ્હાલા એ તાત્કાલિક જાદવપુર પોલીસ સ્ટેશને જાણ કરી. જેથી પોલીસ રાઈ દેબલીના ડે ના ઘરે તાત્કાલિક પહોંચી. ઘર નો દરવાજો અંદર થી બંધ હતો.
દરવાજો તોડી પોલીસ અંદર ઘુસી. ત્યાં ઘર ની અંદર રાઈ દેબલીના ડે બેભાન અવસ્થામાં પડી હતી. રાઈ દેબલીના ડે ને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા તે બચી ગઈ હતી. જાણવા મળ્યું કે રાઈ દેબલીના ડે એ ખુબ મોટી માત્ર માં ઊંઘ ની ગોળીઓ ખાઈ લીધી હતી. અને રાઈ દેબલીના ડે ની ફેસબુક ની પોસ્ટ માં તેણે તેના પરિવાર ને જવાબદાર ઠેરવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!