મહેશબાબુ ની ફિલ્મ ના ઓડિશન સમયે અભિનેત્રી એટલી ડરી ગઈ હતી કે ત્યારબાદ બે વર્ષ સુધી તેણે કર્યું આવું કામ, જાણો.
આપણા ભારતમાં બોલીવુડમાં અનેક એક્ટર અને એક્ટ્રેસ કે જે પોતાની સારી એવી કારકિર્દી બનાવી ચૂક્યા છે. પરંતુ અનેક લોકો એવા છે કે જે માત્ર થોડી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે આજે અમે બોલીવુડની એવી એક અભિનેત્રી વિશે જણાવીશું કે જેને પોતાના ઇન્ટરવ્યૂમાં ચોકાવનારો ખુલાસો કર્યો છે. આ અભિનેત્રીનું નામ છે સમીરા સોહેલ ખાન કે જેને પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ મેને દિલ તુજકો દિયા થી કરી હતી.
પરંતુ તેને ખાસ એવી સફળતા મળી ન હતી. આ સિવાય તેને બોલીવુડની મુવી દે દનાદન, વન ટુ થ્રી, મુસાફિર, આક્રોશ વગેરે જેમાં કામ કર્યું હતું. સમીરા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે પરંતુ ખાસ એવી એક્ટિવ જોવા મળતી નથી. હાલમાં તેના પોતાના ઇન્ટરવ્યૂમાં એક ચોંકાવનારી વાતનો ખુલાસો કર્યો હતો. તેને પોતાની ઓડિશનની એક 25 વર્ષ જૂની તસવીર શેર કરી છે અને તેને પોતાના ઓડિશનનો અનુભવ શેર કર્યો હતો.
તેને કહ્યું હતું કે તેની પ્રથમ ફિલ્મના ઓડિશન દરમિયાન તે ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી અને શૂટ કરી ન હતી. તેની કારકિર્દીની પ્રથમ ઓડિશન દરમિયાન તે ખૂબ નર્વસ થઈ જતા તે ખૂબ રડી હતી અને અભિનયમાંથી બ્રેક પણ લઈ લીધો હતો. instagram ઉપર તસવીર શેર કરીને તેને લખ્યું છે કે 1998માં મારા પ્રથમ ઓડિશનના કેટલાક ફોટો આ ફિલ્મ મહેશ બાબુ સાથે હતી.
ઓડિશન આપતી વખતે એ ખૂબ ડરી ગઈ હતી અને તે ઓડિશન દરમિયાન કંઈ કરી શકી ન હતી અને તે ખૂબ રડી હતી. ત્યારબાદ તેને ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો અને તે જોબ કરવા લાગી. ત્યારબાદ તે ઓમેગા કંપનીમાં બે વર્ષ સુધી જોબ કરતી હતી આગળ કહ્યું કે તેને ફરી હિંમત જગાવી અને પંકજ ઉધાસનો પહેલો મ્યુઝિક વીડિયો કર્યો હતો. આમ સમીરા એ પોતાની કારકિર્દી વિશે ચોંકાવનારા રાજ શેર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!