અંબાણી પરિવાર મા ટૂંક જ સમય માં ઢોલ-શરણાઈ ની સાથે લગ્ન ગીતો ની રમઝટ સંભળાશે. જાણવા મળ્યું કે, અનિલ અંબાણી ના..
અંબાણી અને તેનો પરિવાર કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં હોય જ છે. ધીરુભાઈ અંબાણીના બે પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી મુકેશ અંબાણીને તો સૌ કોઈ લોકો જાણે જ છે. પરંતુ આજે અનિલ અંબાણી વિશે સમાચારમાં હેડ લાઈન આવી છે. જાણવા મળે કે અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીના ટૂંક સમયમાં જ લગ્ન થવાના છે.
અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીએ ડિસેમ્બર 2020 માં તેની પ્રેમિકા ક્રિષા શાહ સાથે પોતાના જન્મદિવસના દિવસે જ સગાઈ કરી હતી. જે સમયના કેટલાક ફોટા પણ આપણને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જેમાં જય અનમોલ બ્લેક કલરના શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો જ્યારે તેની મંગેતર ક્રિષા વાદળી કલરની મીડીમાં જોવા મળી હતી.
અત્યારે હાલ સોશિયલ મીડિયા પર આકાશ અંબાણીના એક ફેન પેજ દ્વારા instagram ઉપર સ્ટોરી મૂકવામાં આવેલી છે. જેમાં જાણવા મળ્યું કે અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણી તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જાણવા મળ્યું કે આ લગ્ન તે એક બીચ પર કરવા જઈ રહ્યો છે. અને અંબાણીના પુત્ર ની મંગેતર ક્રિશા શાહ ની બહેને તેની instagram ની પોસ્ટ ઉપર બહેનના લગ્ન કરવા બાબતે ની સ્ટોરી પણ મૂકેલી છે.
જેમાં કેપ્શન માં લખ્યું હતું કે લગ્નની ઘેલછા શરૂ થાય તે પહેલા થોડો ડાઉન ટાઈમ. તે જ સમયે બીજા ફોટો શેર કરતા લખ્યું હતું કે દુલ્હનની બહેન હા. આમ હવે અંબાણીના પરિવારમાં પણ ઢોલ અને શરણાયું વાગવાની રાહ જોવાય રહી છે. અંબાણી પરિવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતો જ હોય છે. અંબાણી પરિવાર આજે પોતાનું જીવન કોઈ રાજા મહારાજા થી ઓછું જીવતો નથી. તે લોકો પોતાની હરેક ઈચ્છા પૂરી કરવા માટે સક્ષમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!