ASI મહિલા પોલીસ ને ઈલેક્શન ડ્યુટી માં ફરજ બજાવવા જતા સમયે રસ્તા માં જ મળ્યું મોત. મહિલા ની કાર ને…
રોડ અકસ્માત ના બનાવો રોજબરોજ વારંવાર બનતા જ હોય છે. અને કેટલાય લોકો અકસ્માત માં મૃત્યુ પામ્યા કરે છે. એવો જ એક કિસ્સો હરિયાણા નો સામે આવ્યો છે. જેમાં એક મહિલા ASI એક ઈલેક્શન માં ફરજ બજાવવા જતી હતી. ત્યારે એક અજાણી કારે ASI મહિલા ની કાર ને ટક્કર મારતા ASI મહિલા નુ મોત થયું હતું.
વધુ માહિતી માં જાણવા મળ્યું કે, હરિયાણા ની અંબાલા ની નારાયણગઢ નગરપાલિકા ની ઈલેક્શન ડ્યુટી પર 38 વર્ષ ની ASI સુમન પોતાના ઘરે થી સવારે 6 વાગે નીકળી હતી. આ સમયે અંબાલા-નારાયણગઢ રોડ પર ગરનાલા ગામ પાસે સુમન ની કાર ને કોઈ અજાણી કારે ટક્કર મારી. અને સુમને કાર નું બેલેન્સ ગુમાવ્યું અને તેની કાર રસ્તા પર થી નીચે ઉતરી ને એક ઝાડ સાથે ટકરાય હતી. સુમન ને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
સુમન નુ હોસ્પિટલ માં મૃત્યુ થયું હતું. તેના પતિ ધર્મવીરે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. સુમન ની કાર એક્સીડંટ ના સમાચાર રાહદારી એ 112 નંબર પર ફોન કરી ને આપ્યા હતા. પોલીસે સુમન ની લાશ નું પોસ્ટમોર્ટમ કરવા હોસ્પિટલ ખસેડી અને ત્યારબાદ લાશ ને પરિવાર ને સોંપવામાં આવી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી ટક્કર મારનાર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!