આશારામ બાપુ ફરી વિવાદમાં! પોતાના ઘરેથી ગુમ થયેલ યુવતીનો મૃતદેહ મળ્યો આશારામ બાપુના આશ્રમમાં યુવતી સાથે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ ઘણો લાગણીશીલ અને ધાર્મિક વૃતિ વાળો છે વ્યક્તિના આવાજ સ્વભાવને કારણે તે ધાર્મિક બાબતને લઈને જલ્દીથી અન્ય પર વિશ્વાસ કરી બેસે છે જોકે સમાજમાં એવા ઘણા લોકો છે કેજેઓ વ્યક્તિના આવા ભોળા સ્વભાવ નો ખોટો ફાયદો ઉઠાવે છે અને પોતાના સ્વાર્થ અને મહત્વકાંક્ષા પૂરી કરવા અન્ય વ્યક્તિ નું શારીરિક અને માનસિક થતા આર્થિક શોષણ કરે છે.
આપણે સૌ આશારામ બાપુ વિશે જાણીએ છીએ કે જે માન્ય પર અનેક પ્રકારના આરોપો લાગેલા છે જેના કારણે તે હાલમાં જેલમાં બંધ છે જોકે જેલમાં બંધ આશારામ બાપુ સાથે ના વિવાદો પુરા થતા જ નથી એક પછી એક હત્યા અને બળાત્કાર ઉપરાંત અન્ય અમાનવીય પ્રવૃત્તિ ને કારણે આશારામ બાપુ સતત વિવાદોમાં રહે છે તેવામાં ફરી એક વખત આશારામ બાપુ વિવાદ માં ફસાયા છે કે જ્યાં તેમના આશ્રમ ની એક ગાડી કે જે આશ્રમ માં જ ઘણા સમયથી ઉભી હતી તેમાંથી એક યુવતીનો મૃત દેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જો વાત આ ઘટના અંગે કરીએ તો ઘટના ઉતર પ્રદેશ ના ગોંડામાં આવેલા નગર કોતવાલી વિસ્તાર ના બીમૌર ગામમાં આવેલા આશારામ બાપુના આશ્રમ ની છે અહી એક યુવતી કે જે ચાર દિવસ પહેલા ઘરેથી ગાયબ થઇ હતી તેનો મૃત દેહ આશ્રમ માં પાર્ક કરેલી ગાડી માંથી મળ્યો હતો.
ગાડી માંથી ઘણી જ દુર્ગંધ આવતા જયારે હાજર લોકોએ ગાડી ખોલી તો તેમાંથી મૃત દેહ મળતા ચકચાર મચી જવા પામ્યો હતો. જે બાદ પોલીસ ને જાણ કરતા ઘટના સાથળે પહોચેલી પોલીસે આશ્રમને સીલ કરી તપાસ કાર્ય શરુ કર્યું જેમાં યુવતીની હત્યા અંગે જાણવા મળ્યું હાલમાં પોલીસ ઘટના ની તપાસ કરી રહી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.