હવે આપણા ભારતમાં લગ્ન ની સિઝન શરૂ થવા જઈ રહી છે. લગ્ન ની સિઝન શરૂ થતાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર પણ લગ્નના વિડીયો ધૂમ મચાવી દેતા હોય છે. લગ્ન માં અનેક વિધિઓ કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને લગ્ન ને યાદગાર બનાવવા માટે વરરાજા પોતાની દુલ્હન ને લેવા ડીજે ના તાલે અથવા તો બેન્ડવાજા ની સાથે ઘોડા ઉપર સવાર થઈને જતા હોય છે.
એવો જ એક કંઈક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં જે ઘટના બને છે તે જોઈને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. આ વીડિયો એક છોકરા સાથે સંબંધિત છે. જે બેન્ડની ધૂન પર ખૂબ જ આનંદ થી ડાન્સ કરી રહ્યો છે. ડ્રમ વગાડતો એક વ્યક્તિ પણ નજીકમાં જોવા મળે છે, જે પૂરી નિષ્ઠા સાથે પોતાના કામમાં વ્યસ્ત છે.
બેન્ડમાંથી હિન્દી ફિલ્મના ગીતની ધૂન વાગી રહી છે. નજીકમાં ઉભેલો છોકરો આ ધૂન પર નાચી રહ્યો છે. પરંતુ ડાન્સ કરતી વખતે તે વ્યક્તિની ખૂબ નજીક આવી ગયો. આનાથી ડ્રમ વગાડતો વ્યક્તિ એટલો ગુસ્સે થયો કે તેણે ડ્રમની લાકડી તેના માથા પર ફટકારી. આ પછી ફ્રેમમાં જે દેખાય છે તે સૌથી મજાની વાત છે.
આ વિડીયો ને Instagram પર yourfunzone નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે કારણ કે આ યુવક સાથે જે ઘટના બની છે તે ખરેખર હસીને પાત્ર જોવા મળે છે. લોકો આમાં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આમાંથી ભરપૂર માત્રામાં મનોરંજન લઈ રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!