હાલ ભારતમાં લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. લગ્નની સિઝન શરૂ થતા ની સાથે જ અવનવા વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં પરિવારના તમામ સભ્યો એકઠા થતા હોય છે અને લગ્ન ને યાદગાર બનાવતા હોય છે. લગ્નના દિવસે દુલ્હન અને વરરાજા ખૂબ જ સુંદર રીતે તૈયાર થતા હોય છે.
જ્યારે વરરાજા જાન લઈને દુલ્હનના ઘરે પહોંચે છે ત્યારે દુલ્હન આતુરતા થી જાન ની રાહ જોઈને બેસેલી હોય છે એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં જોવા મળે છે તેમ કે વરરાજા જાન સાથે લગ્ન માટે કન્યાના ઘરે પહોંચે છે તે તેના સંબંધીઓ અને મિત્રો સાથે ધીમે ધીમે મંડપ તરફ ચાલે છે. ત્યાર બાદ જ કેમેરાની દિશા ફેરવાઈ જાય છે અને કન્યા પર ટકી રહે છે.
તે ગુપ્ત રીતે વરને જોઈ રહી છે. વરની નજર મળતાં જ તે ખુશીથી કૂદી પડે છે. લગ્નમાં જે પ્રકારનો નજારો જોવા મળે છે તે સામાન્ય રીતે ક્યાંય જોવા મળતો નથી. આ વીડિયોને the.bride.magazine નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
View this post on Instagram
લગ્નના વીડિયોમાં આવી જ મજાક મસ્તીઓ આપણને મનોરંજન પૂરી પાડતી હોય છે. દુલ્હન અને વરરાજા પોતાના લગ્ન ને ખાસ બનાવવા આવી અનેક એવી તરકીબો અજમાવતા હોય છે ખાસ કરીને આજકાલના લગ્નમાં પ્રિ વેડિંગ ફોટોશૂટ નું ખાસ મહત્વ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!