રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર ડાન્સ કરવાના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આજકાલના યુવાનો ફેમસ થવા માટે અવનવી રીલ્સ અને વિડીયો બનાવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક પાકિસ્તાની યુવતી નો વિડીયો ખાસ વાયરલ થઈ રહ્યો છે. આ યુવતી પાકિસ્તાની છે પરંતુ તેને ભારતની મહાન ગાયક કલાકાર એવા લતા મંગેશકર ના ગીત ઉપર સુંદર ડાન્સ કર્યો છે.
કે જેને જોઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ આ પાકિસ્તાની યુવતી લતા મંગેશકર ના ગીત મેરા દિલ યે પુકારે આજા ગીત ઉપર સુંદર રીતે ડાન્સ કરી રહી છે. આ ગીતની વાત કરવામાં આવે તો વર્ષ 1954માં આવેલી ફિલ્મ નાગિન નું આ ગીત છે. જેમાં પીઢ અભિનેત્રી વૈજયંતિમાલા પર ચિત્રિત કરવામાં આવ્યું છે. આ ગીત ઉપર પાકિસ્તાનની યુવતી સુંદર રીતે ડાન્સ પર્ફોર્મ કરી રહી છે.
તેના એક્સપ્રેશન પણ લોકોને મોહિત કરી દે એવા છે. આ યુવતી નું નામ આયશા જાણવા મળ્યું હતું. યુવતીએ પોતાના instagram ચેનલ ઉપર વિડિયો વાયરલ કરેલો છે. આયશા એ વેડિંગ ફંક્શનમાં આ ડાન્સ કરેલો છે. તેને આ ડાન્સ કરવા માટે લીલા રંગનો સલવાર સુટ પહેર્યો છે અને ખુલ્લા વાળ સાથે તે સુંદર લાગી રહી છે. તો પોતાના કાંડા ઉપર કલીરા પણ પહેરેલા છે. હળવા મેકઅપ માં તેને ડાન્સ કરીને ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ વિડીયો 11 નવેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં છ મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો આ વીડિયોની ખૂબ તારીફ કરી રહ્યા છે. આમ આવા વિડીયો રોજબરોજ આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. લોકો ને આ વિડીયો જોઈ ને જુના જમાના ની યાદ આવી ગઈ હોય અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!