દલાલ મારફતે બ્રાહ્મણ દીકરા ના લગ્ન જે કન્યા સાથે કરવામાં આવ્યા તે કન્યા એ લગ્ન બાદ રમી મોટી ગેમ. કન્યા અને દલાલ,
આપણા સમાજમાંથી રોજબરોજ અનેક ચોંકાવનાર કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ક્યારેક લુટેર દુલ્હનના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. કોઈ લોકોના લગ્ન થતાં ન હોય તો તે લોકો દલાલો મારફતે લગ્ન કરાવતા હોય છે. જે બાદ લગ્ન થતાની સાથે જ દલાલો અને લગ્ન કરવા વાળી કન્યા પૈસા લઈને રફુચક્કર થઈ જતી હોય છે. એવી જ એક ઘટના કલોલ થી સામે આવી છે.
જ્યાં ઇસનડ ગામમાં રહેતા બ્રાહ્મણ પરિવારનો દીકરો ઘણા સમયથી લગ્ન માટે કન્યા શોધી રહ્યો હતો. એવામાં બ્રાહ્મણ પરિવારની મુલાકાત છત્રાલ ગામમાં રહેતા ગોરધનભાઈ પ્રજાપતિ સાથે થઈ હતી કે જેઓ લગ્ન કરવા માટે દીકરીઓને શોધી આપતા હતા. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ બ્રાહ્મણ પરિવાર દ્વારા ગોરધનભાઈ પ્રજાપતિને દીકરા માટે કન્યા શોધવા માટે કહ્યું હતું. જે બાદ ગોરધનભાઈ પ્રજાપતિ બ્રાહ્મણ પરિવારનું ઘર જોવા આવ્યા હતા.
બાદમાં તેઓએ દીકરી શોધવાનું શરૂ કર્યું. એવામાં ગોરધનભાઈ પ્રજાપતિ એ અમદાવાદમાં નરોડા ખાતે આવેલા એક પરિવાર વિમુબેન રાજેશભાઈ રાજા ને ત્યાં દીકરી જોવા ગયા હતા. વીમુબેન રાજેશભાઈ રાજા ની દીકરી સાધના ના લગ્ન કરવા માટે દલાલ ગોરધનભાઈ પ્રજાપતિએ ₹1,50,000 ની રકમ ની માંગણી કરી હતી. આ માંગણી કરતા બ્રાહ્મણ પરિવાર છતાં પણ સાધના સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયો અને 1,50,000 માંથી 30,000 ટોકન પેટે વીમુબેન રાજેશભાઈ રાજા ને આપવામાં આવ્યા.
ત્યારબાદ તારીખ 20 11 2022 ના રોજ કોર્ટમાં લગ્ન કરવા માટે બધા ભેગા થયા. જેમાં દલાલ અને સાધનાનો પરિવાર પણ હાજર હતો. પરંતુ એ સમયે વકીલે કન્યા સાધના પાસે ડોક્યુમેન્ટ પેટે આધાર કાર્ડ માંગ્યું પરંતુ કન્યા પાસે આધાર કાર્ડ હતું નહીં. આથી વકીલ એ રૂપિયા 300 ના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ કરી દીધું જે બાદ તમામ દલાલે સહી કરી. ત્યારબાદ બ્રાહ્મણ પરિવારના દીકરા અને સાધનાના લગ્ન કલોલ ગામે આવેલા મહાકાળી મંદિરમાં કરવામાં આવ્યા હતા.
એકાદ મહિના બાદ વીમુબેન રાજેશભાઈ રાજા બ્રાહ્મણ પરિવારના ઘરે આવ્યા અને તેઓએ કહ્યું કે સાધનાને તેઓ તેની સાથે મોકલે. સાધના તેની સાથે જવા તૈયાર થઈ ગઈ અને તે તેની સાસુને કહેતી ગઈ કે માત્ર ચાર દિવસમાં પાછી આવશે. ત્યારબાદ તે ગઈ બાદ તે પાછી આવી ન હતી. બ્રાહ્મણ પરિવાર દ્વારા સાધનાનો સંપર્ક સાધવામાં આવતો હતો છતાં પણ તેનો કોઈ ફોન લાગતો હતો નહીં.
અને સોગંદનામુ કરતા પહેલા સાધનાના પરિવારે બાકીના રૂપિયા 1,20,000 પડાવી લીધા હતા. આમ આ આખી ઘટના બહાર આવી હતી. સાધના પોતાના ઘરે પાછી ન આવતા અને તેનો ફોન ન લાગતા અને તેનો કોઈ કોન્ટેક્ટ ન થતા અંતે બ્રાહ્મણ પરિવારે સાધના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને સીએમ ભુપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવામાં આવશે તેવું પણ કહ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!