બૉલીવુડ ની આ સ્ટાર ની કાર ને નડ્યો અકસ્માત. કાર દુર્ઘટના દરમિયાન તેને થઈ ઈજાઓ અને હોસ્પિટલ મા એડમિટ. જુઓ ફોટા.

એકસીડન્ટ થવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે. કારચાલક કાબુ ગુમાવતા એક્સીડંટ ની ઘટના થતી હોય છે. એવી જ એક એક્સીડંટ ની ઘટના મુંબઈ થી સામે આવી છે. જેમાં બૉલીવુડ ની હસ્તી એવી મલાઈકા ની કાર ને એકસીડન્ટ નડ્યો છે.

મલાઈકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જોવા મળી હતી. આ શોમાં શિલ્પા શેટ્ટી જજ છે, પરંતુ શિલ્પા બે એપિસોડ આવી શકે તેમ નહોતી, એટલે મલાઈકા આવી હતી. મલાઈકા પુણે ફેશન ઇવેન્ટમાં ભાગ લેવા ગઈ હતી. દરમિયાન માં પરત ફરતી વખતે તેની કાર ને મુંબઈ નજીક પનવેલ વિસ્તાર મા અકસ્માત નડ્યો હતો. મલાઈકાના ડ્રાઈવરે કાર પરનો કંટ્રોલ ગુમાવી બેસતા અકસ્માત થયો હતો. આ દિવસે ગુડી પડવો હોવાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કાર્યકર્તાઓનું સંમેલન યોજ્યું હતું.

આ દિવસે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓ મુંબઈમાં આવ્યા હતા. આ કાર્યકર્તાઓને લીધે મુંબઈ પુણે એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક જામ થયો હતો. જે દરમિયાન પનવેલ નજીક અચાનક ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક કાર મલાઈકા ની કાર રેન્જ રોવર હતી. અકસ્માત દરમિયાન મલાઈકાના માથામાં ઈજા થઈ હતી. તેથી તેને અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

રવિવાર, 3 એપ્રિલના રોજ સવારે મલાઈકાને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. તેના એક નજીક ના મિત્ર તરફથી જાણવા મળ્યું કે મલાઈકા અકસ્માત થયો તે સમયે એકદમ ડરી ગઈ હતી. અને વધુમા જાણવા મળ્યું હતું કે, મલાઈકાના મલાઈકાને માથામાં થોડાંક ટાંકા આવ્યા હતા. તેને માથામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી, કારણ કે મલાઈકા રેન્જ રોવર કારમાં માથા પર કુશન રાખીને આરામ કરતી હતી. માથા આગળ કુશન હોવાથી તેને ગંભીર ઈજા થઈ નહોતી.

તે દરમિયાન આખી રાત મલાઈકાને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવશે. CT સ્કેન પણ કરવામાં આવ્યો હતો. મલાઈકા ને માથામાં સામાન્ય ઈજા થઈ હતી. ઈલાજ બાદ તેને સવારે ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.