India

બૉલીવુડ ની રંગીન દુનિયા અંદર થી છે બ્લેક દંગલ ગર્લે કર્યો ખુલાસો કહ્યું કે સેક્સ ના બદલા માં તેને થઇ હતી મુવી ની ઓફર, જાણો.

Spread the love

આપણા ભારત દેશમાં બોલીવુડમાં આખા વર્ષ દરમિયાન અનેક મુવી રિલીઝ થતી હોય છે. બહારથી રંગીન લાગતી બોલીવુડ ની દુનિયા અંદરથી કેટલી કાળા રંગની છે તે તો કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ જ્યારે વાત કરે ત્યારે જ ખ્યાલ આવે છે. બોલીવુડમાં રોલ મેળવવો કોઈ સહેલી વાત નથી. તેના માટે ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે. ખાસ કરીને અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર થતી હોય છે.

દંગલ મુવીમાં આમિર ખાનની પુત્રીનો રોલ ભજવનાર અભિનેત્રી એટલે ફાતિમા સના શેખ ફાતિમાં સના શેખ આજે બોલીવુડમાં અનેક મુવીમાં કામ કરી ચૂકેલી છે. પરંતુ ફાતિમા સના શેખ પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે આ અંગે ખુલાસો કર્યો હતો અને ખુલ્લી ને વાત કરી હતી. તેને જણાવ્યું હતું કે તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. તેને કહ્યું હતું કે ઘણીવાર એવી સ્થિતિ આવી છે કે તેને સેક્સના બદલામાં રોલ ઓફર કરવામાં આવ્યો હોય.

ફિલ્મ સાથે જોડાયેલા લોકો એમ કહેતા કે જો તે ઓફરનો સ્વીકાર કરશે તો તેને મુવીમાં કામ મળશે. પરંતુ ફાતિમા કહે છે કે તેને કોઈ દિવસ એ બાબતે સમાધાન કર્યું નથી અને આથી જ તેને ઘણી બધી ઓફરોને ઠુકરાવી દીધી છે અને ઘણી બધી મુવીમાં થી હાથ ધોઈ બેસી છે. ફાતિમાં સના શેખ કહે છે કે ઘણીવાર તેને રાતોરાત ફિલ્મમાંથી રિપ્લેસમેન્ટ કરવામાં આવેલું છે અને અન્ય અભિનેત્રીઓને તેની જગ્યાએ સાઇન કરવામાં આવેલી છે.

વધુમાં અભિનેત્રી જણાવે છે કે એક વાર તે જીમમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે એક છોકરો તેને ઘુરી ઘુરી ને જોતો હતો એ સમયે તેની વચ્ચે અને છોકરા વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેણે છોકરાને એક મુક્કો મારી દીધો હતો. એ સમયે તેને તેના પપ્પાને ફોન કર્યો હતો તો તેના પપ્પા અને તેનો ભાઈ એક મિત્રને લઈને ત્યાં પહોંચ્યા હતા.

તેના પપ્પાએ તેને કહ્યું કે કોઈનાથી ડરવાનું નહીં એ દિવસે ફાતિમા ને તેના પપ્પાનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો. ફાતિમા સના શેખે રંગીન દુનિયા વિશે અનેક રાજ ખોલીને લોકોની ચોંકાવી દીધા છે. ઘણી વખત આમીરખાન ની સાથે ફાતિમાં સના શેખનું નામ પણ જોડવામાં આવ્યું હતું પરંતુ આ બંને એ હજી કોઈ બાબતે ખુલાસો કર્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *