દબાણ હટાવવા આવેલ સ્ટાફ સાથે બાથ ભીડી ગયું દંપતી ! પતિ મનપા ની ગાડી નીચે સુઈ ગયો અને પત્ની તો, જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં ઠેર ઠેર ફેરિયાઓ અને લારી ગલ્લાવાળાઓ ફૂટપાથ ઉપર પોતાનો નાનો ધંધો કરવા માટે કેબિન અથવાલારી લઈને ઊભેલા હોય છે. એમાં ક્યારેક નગરપાલિકા અથવા મહાનગરપાલિકા દ્વારા તેઓને પાછળ ધકેલવામાં આવતા હોય છે. ભાજપ સરકારે શરૂ કરેલી સ્માર્ટ સિટી યોજના હેઠળ જામનગરને પણ સ્માર્ટ સિટી બનાવવામાં આવી રહ્યું છે.
જામનગરના મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રોડ રસ્તાઓ ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી કરતી મહાનગરપાલિકાની એસ્ટેટ ઓફિસર સાથે એક દંપતિ ની બોલાચાલી થઈ ગયા નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મનપા દ્વારા મુખ્ય માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી કરવા ગયેલ ટીમ સાથે દંપતી નું ઘર્ષણ થયું હતું.
જેમાં દંપત્તિ એ ભારે વિરોધ કર્યો હતો. પત્ની મનપાની ગાડી ઉપર સવાર થઈ ચૂકી હતી તો તેનો પતિ મનપાની ગાડી નીચે સૂઈ ગયો અને મનપની ગાડીને આગળ જવા દેતો ન હતો. મામલો એટલો બધો બીચક્યો હતો કે તાત્કાલિક પોલીસને બોલાવવાની જરૂર પડી હતી. આજુબાજુમાં ભારે ભીડ પણ એકઠી થઈ ચૂકી હતી. પતિ-પત્ની દ્વારા ભારે વિરોધ થતા આજુબાજુમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
Jamnagar: દબાણ હટાવનારી ટીમ સાથે દંપતીની બબાલ, પત્ની ટ્રેક્ટર પર ચઢી ગઇ, પતિ ટ્રેક્ટર નીચે સુઇ ગયો#jamnagar #Gujarat #TV9News pic.twitter.com/cB7NF0aMXv
— Tv9 Gujarati (@tv9gujarati) December 17, 2022
જામનગરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે જાહેર જનતા પાસેથી અનેક મંતવ્ય પણ મંગાવવામાં આવી રહ્યા છે. જામનગરની જનતાને પ્રાથમિક સુવિધા મળી રહે તેના થકી લોકોનું કલ્યાણ થાય તેવા હેતુથી જામનગરને સ્માર્ટ સિટી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!