નાની બાબતમા થયેલા ઝધડાને લઈને વહુએ કરી સાસુની એવી કરુણ હત્યા કે ચોકી જાસો! હત્યાનૂ કારણ પણ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ અને રાજ્યમાં હત્યા ને લાગતા બનાવો માં ઘણી જ તિવ્રતાથી વધારો થઈ રહ્યો છે જેના કારણે એક પછી એક અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા સાવ નાની બાબત ને લઈને થયેલા ઝઘડાઓ ઘણા વિશાળ રૂપ ધારણ કરે છે જેમાં અનેક લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. વારંવાર થતાં હત્યા ના બનાવ ને લઈને લોકોની સહન શક્તિ અને સમજ શક્તિ પર પ્રશ્ન ઉદભવે છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશમાં અંગત અદાવત, પ્રેમ પ્રકરણ, ઘર કંકાસ, જૂની દુશ્મનાવટ ને લોકો હત્યા કરે છે. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી જે રીતે ઘર કંકાસ ના કારણે હત્યા ના બનવો સામે આવ્યા છે તેણે લોકોની ચિંતા વધારી છે હાલમાં આવોજ એક બનાવ સામે આવતા હડકપ મચી ગયો છે.

ઘટના કંઈક એવી છે કે મૂળ અમરેલી જિલ્લાના નેસડી ગામનો સંદિપ કે જે હાલમાં હિરાના કામ સાથે સંકળાયેલા છે તેઓ પરિવાર સાથે વરાછામાં લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહે છે. થોડા સમય પહેલા સોશ્યલ મીડિયા પર સંદીપ ની મિત્રતા મૂળ આસામના દિબ્રુગઢની દિપીકા મંડલ સાથે થઈ હતી જે બાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા અને સંદીપ તથા દીપિકા એ લગ્ન કર્યા.

લગ્ન બાદ દીપિકા પોતાના બે ભાઈ દિપાંકર કે જેની ઉંમર 20 વર્ષ છે અને સાત વર્ષના ભાઈ સાથે સંદીપ ના ઘરમાં રહેવા લાગી. તેવામાં એક દિવસ દિબ્રુગઢથી દીપિકા ના પિયર થી ફોન આવ્યો અને તેને ઘરે બોલાવી ત્યારે દીપિકા એ ઘરે જવા વાત કહી ત્યારે સંદીપ ની માતા અને દીપિકા ની સાસુ વિમળાબેને જવાની ના પાડી જેને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

જે બાદ ગુસ્સે થઈને વહુ દીપિકા એ ભાઈ દિપાંકર સાથે મળીને સાસુ વિમળાબેન ના હાથ પગ બાંધી દીધા અને વિમળા બેનનુ ગળું દબાવી હત્યા કરી જે બાદ ભાઈઓ સાથે વતન જવા રેલવે સ્ટેશન પહોંચી અને ઘરને બહારથી તાળું માર્યું. અનેક વખત સંદીપ ના પિતા દ્વારા ફોન કરવા છતા પણ જ્યારે તેમણે ફોન ના ઉપાડ્યો ત્યારે પિતાએ સંદીપ ને ફોન કર્યો.

જે બાદ સંદીપે પાસે રહેતા બનેવીને જાણ કરી ત્યારે ઘરમાં તાળું હોવા જાણવા મળ્યું જે બાદ સંદીપ બનેવી સાથે રેલવે સ્ટેશન પહોંચયો અને દીપિકા તથા તેના ભાઈ ને પકડી ઘરે ગયો ત્યારે માતા નો મૃત દેહ મળ્યો જે બાદ પોલીસ ને જાણ કરી ને સંદિપે આરોપી દિપીકા અને દિપાંકર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.