Categories
India

ગુજરાત આવેલ ચૂંટણી અધિકારી પર ચૂંટણીપંચે કરી મોટી કાર્યવાહી સોશિયલ મીડિયા પર એવી એવી તસ્વીર શેર કરી કે ચૂંટણીપંચે,

Spread the love

આપણા ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ અને પરિણામની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. તેવામાં દરેક પાર્ટી પોતાની પાર્ટીને જીતાડવા માટે ખૂબ જ જોર લગાવી રહી છે. મોટા મોટા નેતાઓના આટા ફેરા ગુજરાતમાં લાગી રહ્યા છે. એમાં ચૂંટણી પંચ પણ ગુજરાતની ચૂંટણીને સારી રીતે પાર પાડવા માટે પોતાનું આયોજન કરી રહી છે.

એવામાં ચૂંટણી પંચ દ્વારા જુદા જુદા લોકોને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં અમદાવાદમાં મૂકવામાં આવેલ આઈએએસ ઓફિસર અભિષેક સિંહ ને તાત્કાલિક ડ્યુટી પરથી હટાવી દેવામાં આવેલા છે. જાણવા મળ્યું કે યુપી કેડરના આઈએએસ અધિકારી અભિષેક સિંહ ગુજરાતની ચૂંટણીમાં અમદાવાદની બાપુનગર અને અસારવા વિધાનસભા ની બેઠક માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન ડ્યુટી ઉપર હાજર થયેલા અભિષેક સિહે પોતાના instagram એકાઉન્ટ ઉપર ઘણી બધી તસવીરો શેર કરી હતી કે જેના બાદ ચૂંટણી પંચ નું ધ્યાન એ તરફ જતા તેને ડ્યુટી પરથી હટાવી દેવાના આદેશો આપેલા છે અને જ્યાં સુધી તેને ફરજ પર ન બોલાવવામાં આવે ત્યાં સુધી તેને હટાવી દેવામાં આવેલા છે.

ચૂંટણી પંચે પોતાના આદેશમાં લખ્યું કે અભિષેક સિંહ ને ચૂંટણી ફરજમાંથી હટાવી દેવામાં આવ્યા છે તેમણે instagram પર પબ્લિસિટી સ્ટંટ તરીકે સત્તાવાર સ્થિતિનો ઉપયોગ કર્યો છે તેથી જનરલ ઓબ્ઝર્વની તેમની ફરજમાંથી તેઓને હાલમાં મુક્ત કરવામાં આવેલા છે તેમને આગામી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી ફરજથી દૂર કરવામાં આવ્યા છે. કારણ કે આ અધિકારી એ પોતાનું લોકેશન શેર કરેલ હતું.

આઈએએસ ઓફિસર અભિષેક સિંહની વાત કરવામાં આવે તો તેને પોતાના instagram એકાઉન્ટ ઉપર બે તસવીરો શેર કરી હતી. જેમાં તે પોતાની કાર લઈને ઊભા હતા અને તેના પર કેપ્શન માં લખેલું હતું કે ગુજરાત ચૂંટણી માટે અમદાવાદમાં નિરીક્ષક તરીકે જોડાયા. આમ પોતાની સત્તાનો ઉપયોગ કરીને આવા ફોટા મુકતા ચૂંટણી પંચે આ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *