32-વર્ષ થી મંદિર માં રહેતી લક્ષ્મી નામની હાથીણી એ કહી દીધું દુનિયા ને અલવિદા ! ભક્તો હાથીણી ના વિરહ માં ધ્રુસકે ધ્રુસકે, જુઓ તસવીરો.
આપણા ભારતમાં લોકો પશુ પ્રાણીઓ પ્રત્યે પણ ખૂબ જ આદરભાવ રાખતા હોય છે અને કેટલાક મંદિરોમાં પણ પ્રાણીઓનું મહત્વ હોય છે. હાલ એક ઘટના પુંડુચેરી માંથી સામે આવી છે. જેમાં મંદિરમાં 32 વર્ષથી રહેતી એક હાથીણી નું અચાનક મોત થઈ જતા ભક્તોમાં ભારે ગમગીન વાતાવરણ છવાઈ ગયું હતું. વધુ વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના ધ ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ ના રિપોર્ટ અનુસાર 1995 માં એક ઉદ્યોગપતિએ એક હાથીણી ને ના માનકુલા વિનાયક મંદિરને દાનમાં આપી હતી.
જે વ્યક્તિએ આ હાથીણી ને દાનમાં આપી હતી તે પૂર્વ મુખ્યમંત્રી અને ડી એમ કે નેતા આરવી જાનકી રામન હતા કે જેને હાથીણી ને મંદિરમાં દાનમાં આપી હતી. હાથીણી પુંડુચેરી ના મંદિરમાં આવતા તેનું નામ લક્ષ્મી રાખવામાં આવ્યું હતું. લક્ષ્મી લોકોને ખૂબ પ્રિય હતા. માત્ર મંદિર સાથે જ જોડાયેલા લોકોને નહીં પરંતુ દર્શન કરવા માટે આવતા ભક્તો પણ હાથીણી ના ખૂબ પ્રિય હતા.
દેશ-વિદેશમાં અને આખા ભારતમાંથી આવતા તમામ ભક્તો હાથીણી ને એટલે કે લક્ષ્મીજીને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લેતા હતા. હાથીણી ની સાર સંભાળ રાખવા માટે એક ખાસ પશુ ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે હંમેશા હાજર રહેતા હતા. પરંતુ જ્યારે ડોક્ટરે કહ્યું કે હાથીણી નું મોત હૃદય રોગના હુમલાના કારણે થયું છે ત્યારે ભક્તોમાં અને હાથીણી ના પ્રિયજનુંમાં ભારે ગમગીન વાતાવરણ છવાઈ ગયું હતું.
અને 32 વર્ષે હાથીણી એ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ બાબતે મંદિરના ટ્રસ્ટી મંડળના વડા રામચંદ્ર એ જણાવ્યું હતું કે હાથીણી મંદિરની જમીનમાં જ દફનાવવામાં આવશે. પુંડુચેરી ના શ્રી માનકુલા વિનાયક મંદિર એકમાત્ર એવું મંદિર હતું કે જેમાં હાથી અને હાથીની બંને હતા. ભક્તોને આ સમાચાર ખ્યાલ આવતા ભક્તો ત્યાં આવીને ખૂબ જ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!