સુરત ના રત્નકલાકાર નું બ્રેઈન ડેડ થતા લીવર, કિડની અને આંખો નું દાન કરી પરિવારે માનવતાની મહેક ફેલાવી.
ગુજરાત માં અનેક શહેરો માંથી અંગદાન કરવાના કિસ્સાઓ સામે આવે છે. પરિવાર ના સભ્યો ના અમુક ઘટનાઓ માં બ્રેન્ડેડ થતા ભોગ બનનાર ના અમુક અંગો નુ દાન કરવામાં આવે છે. જેથી અંગો નું જે કોઈ જરૂરિયાત મંદ હોય તેને નવું જીવન મળી શકે. હાલ માં સૂરત માં 36 વર્ષીય યુવાન નું અકસ્માત માં બ્રેન્ડેડ થતા તેના અંગો નું દાન કરવાનો ફેંસલો તેના પરિવાર જનો એ લીધો હતો.
સુરત માં રહેતા હિન્દૂ કારડીયા રાજપૂત સમાજ ના 36 વર્ષીય યુવાન પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણ નું અકસ્માતે બ્રેઈન ડેડ થયું હતું. જાણવા મળ્યું કે, પૃથ્વીરાજસિંહ 203 હરિ ક્રિષ્ના એપાર્ટમેન્ટ, અવધૂત નગર, કતારગામ માં રહે છે. તેના ઘરે પિતા, પૃથ્વીરાજસિંહ ના પત્ની અને તેના બે બાળકો છે. બાળકો માં એક ધોરણ 10 અને એક ધોરણ 8 માં અભ્યાસ કરે છે.
જાણવા મળ્યું કે, પૃથ્વીરાજસિંહ સુરત માં રત્નકલાકર હતા. તે તેના મિત્ર ની સાથે 15 જૂન ના રોજ દાંડી ફરવા ગયા હતા. પરત ફરતા સમયે તેનું બાઈક સ્લીપ થઇ જતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો એ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ તેના ભાઈ જગતસંગ ચૌહાણ જેઓ રાજકોટ માં પોલીસ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તે તેના બનેવી ફૂલશંગભાઈબ વાળા, તેના પિતરાઈ ભાઈ મનુભાઈ હોસ્પિટલ આવ્યા હતા.
હોસ્પિટલ ના ડોક્ટરો એ અંગદાન નું મહત્વ સમજાવ્યુ હતું. એટલે પરિવારે અંગદાન કરવાની સંમતિ આપી હતી. બાદ માં પૃથ્વીરાજસિંહ ના કિડની, લીવર અને આંખો નું દાન કરવામાં આવ્યું હતું. કિડની, લીવર સુરત ની કિરણ હોસ્પિટલ આપવામાં આવ્યા હતા. અને બાદ જરૂરિયાત મંદો ને અંગ આપવામાં આવ્યા હતા. પૃથ્વીરાજસિંહ ના અંગો થી 5 લોકો ને નવું જીવન મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!