રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક પૈસાની લેતી દેતી માં તો ક્યારેક પ્રેમ પ્રકરણમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. એવી જ એક ઘટના હાલ સામે આવી છે જેમાં એક માતા પિતાએ તેની દીકરીને રિવોલ્વરથી ગોળી મારીને હત્યા કરી નાખી હતી. વધુ વિગતે વાત કરીએ તો આયુષી નામની યુવતી દિલ્હીના દેહલી ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં બીસીએ નો અભ્યાસ કરી રહી હતી.
એક વર્ષ પહેલાં આયુષી એ તેની સાથે અભ્યાસ કરી રહેલા છત્રપાલ ગુર્જર કે જે ભરતપુર રાજસ્થાનનો રહેવાસી છે તે બંનેએ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. માતા પિતાને આ વાત પસંદ ન હતી. દીકરીને સમજાવવા છતાં પણ દીકરી માનતી ન હતી અને ચોરી છુપીથી તેને મળવા પણ જતી હતી. બાદમાં માતા-પિતાની સહન શક્તિનો અંત આવતા પિતાએ દીકરીને એક ગોળી માથાના ભાગે મારી અને બીજી ગોળી છાતીમાં ધરબી દીધી હતી.
છાતીમાં વાગેલી ગોળી ફેફસાને ચીરીને બહાર નીકળી ગઈ હતી. તો માથામાં વાગેલી ગોળી માથામાં જ હતી જેનો ખુલાસો પીએમ રિપોર્ટમાં થયો હતો. પિતા પાસે જે રિવોલ્વર હતી તે લાઇસન્સ વાળી રિવોલ્વર હતી કે જેને વર્ષ 2003માં ખરીદવામાં આવી હતી. આમ આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
પોલીસે વધુ બાબતે જણાવ્યું હતું કે યુવતીને જે યુવક સાથે લગ્ન કરેલા છે તેને તપાસ અર્થે બોલાવવામાં આવશે અને વધુ બાબતે જાણકારી પણ મેળવવામાં આવશે. આમ ઘર પરિવારની વિરુદ્ધ જઈને યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા તો માતા-પિતાએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પિતાએ રિવોલ્વરથી ગોળી મારી તો માતાએ પણ તેનો સાથ આપ્યો હતો. આમ આ ઘટના સામે આવતા લોકો આ ઘટનાની ભારે નિંદા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!