પિતા એ 15 વર્ષ ની પુત્રી સાથે એવી ગંદી કરતૂત કરી કે, પત્ની અને પુત્રી એ ભેગા મળી ને પતિ ને પતાવી દીધો.
ગાંધીનગર ના કોલવડા ગામ માંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક પત્ની એ તેના પતિ ને જ મોત ને ઘાટ ઉતારી દીધો હતો. માતા સાથે તેની પુત્રી એ પણ પિતા ને મારી નાખવામાં ભૂમિકા ભજવી હતી. પરંતુ પિતા ની કરતૂત જાણતા હચમચી જશે. વધુ વિગતે જાણવા મળ્યું કે, ગાંધીનગર ના કોલવડા ગામમાં રહેતા ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલ ની હત્યા તેની માતા અને પુત્રી એ કરી હતી.
હત્યા બાદ સાચી ઘટના સામે આવી હતી. ઘનશ્યામ પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતો હતો. ઘનશ્યામ ને દારૂ પીવાની મોટી ટેવ હતી. દારૂ ના નશામાં પત્ની ની સાથે ખુબ જ મારપીટ કરતો હતો. ઘનશ્યામે ખેડા જિલ્લા ના માતર ની રહેવાસી રિશીતા સાથે સત્તર વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. ઘનશ્યામ લગ્ન બાદ દારૂ ના નશા માં ધૂત રહેતો આથી પત્ની રિશીતા કંટાળીને તેની 15 વર્ષ ની પુત્રી સાથે અમદાવાદ માતા ના ઘરે રહેતી હતી.
રિશીતા અને તેની પુત્રી અઠવાડિયાથી કોલવડા પોતાના ઘરે આવ્યા હતા. પોતે દોઢ વર્ષ થી પતિ થી અલગ હતી. છતાં તેના પતિ ના સ્વભાવ માં કઈ સુધારો નોતો આવ્યો. ઘનશ્યામ ની હત્યા બાદ રિશીતા એ પેથાપુર ના પોલીસ ઓફિસર મુળરાજસિંહ રાણા પાસે આખી વાત રજૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, બુધવારે રાત્રે ઘનશ્યામ આખી રાત સૂતો ન હતો.
સવાર પડતા જ તે તેની પુત્રી અને પત્ની ને ગાળો ભાંડવા લાગ્યો હતો. પુત્રી એ દિવસે સ્કૂલે ગઈ ન હતી. ઘનશ્યામે તેની પત્ની ની સાથે સંભોગ કરવાની ઇરછા વ્યક્ત કરી. પત્ની રિશીતા એ પુત્રી ઘરે હોય ના પાડી. તો ઘનશ્યામે તેની પુત્રી સાથે અડપલાં શરુ કર્યા. રિશીતા બહાર હતી તે સમયે ઘનશ્યામે પુત્રી ની સાથે અડપલાં શરુ કર્યા અને તેની પુત્રી ને પકડી લીધી હતી. આ સમયે પુત્રી બૂમાબુમ કરવા લાગી રિશીતા દોડતી અંદર આવી. સગા બાપે પુત્રી સાથે આવી હરકત કરતા 15 વર્ષ ની પુત્રી એ પેપર કટર નો ઉપયોગ કરી ઘનશ્યામ ને પેપર ક્ટર ની અણી ગળા ના ભાગે મારી દીઘી.
રિશીતા પણ ગુસ્સે ભરાયેલી હતી. તેણે પાછળ થી લોખંડ નો દસ્તો ઘનશ્યામ ને મારી દીધો. અને તે મૃત્યુ પામ્યો. બાદ માં માતા અને પુત્રી ઘણા કલાકો સુધી ઘનશ્યામ ની લાશ પાસે બેસી રહ્યા. બાદ માં સગા ને ફોન કરી જાણ કરી હતી. રિશીતા એ વધુ માં જણાવ્યું હતું કે, તેનો પતિ શંકાશીલ સ્વભાવ નો હતો. વારેવારે મારકૂટ કરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!