પૂર માં પાણી ની વચ્ચે થી પુત્ર ને બચાવવા આ પિતા એ તેના પુત્ર ને ટોપલામાં બેસાડ્યો. છાતી સમા પાણી ની વચ્ચે થી…જુઓ વિડીયો.

ભારત માં કાળઝાળ ગરમી થી ધીરે ધીરે લોકો ને રાહત મળી રહી છે. કારણ કે વરસાદ નું આગમન ધીરે ધીરે થઇ રહ્યું છે. એવામાં ભારત ના રાજ્ય આસામ માં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું છે. કારણ કે છેલ્લા ઘણા સમય થી સમાચારો માં જોવા મળે છે કે આસામ માં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. એવામાં લોકો ના ઘરો પાણી માં ડૂબી રહ્યા છે.

આસામ માં પુરે ભારે તબાહી મચાવી છે. સ્થાનિક તંત્ર ની ટિમ દ્વારા આસામ ના લોકો માટે બચાવ ની કામગીરી જોરશોર થી ચાલી રહી છે. અને એસ.ડી.આર.એફ ની ટિમ પણ પોતાનું સર્વત્ર દાવ પર લગાવીને પૂર માં ફસાયેલા લોકો ની મદદે પહોંચી ગઈ છે. આસામ માંથી રોજેરોજ એવા એવા પૂર ના વિડીયો વાયરલ થઇ રહ્યા છે કે આપડે કલ્પના પણ ના કરી શકીએ.

પૂર ની વચ્ચે લોકો એક બીજા ના સહારે જીવન જીવી રહ્યા છે. પૂર ના પ્રકોપ વચ્ચે લોકો નું અડધું શરીર ડૂબી જાય એટલું બધું પાણી ભરાય ગયું છે. એવામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પિતા તેના અંદાજે બે વર્ષ ના બાળક ને છાતી સમા પાણી માંથી બહાર કાઢે છે. એક પિતા એ તેના બાળક ને એક નાના ટોપલા માં કે કોઈ વાસણ માં બેસાડ્યો છે. અને તેને હાથ માં લઇ ને પાણી થી બચાવતા કોઈ બીજા ઘરે લઇ જય રહ્યા છે. અને પિતા ની મદદે બીજા લોકો પણ તેની સાથે ચાલે છે. જુઓ વિડીયો.

આ વિડીયો જોઈ ને તો ભગવાન શ્રી કૃષ્ણ અને તેના પિતા વસુદેવ ની યાદ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ બાદ પિતા વાસુદેવ શ્રી કૃષ્ણ ને ટોપલા માં બેસાડી આવી રીતે જ પાણી ની વચ્ચે થી લઇ ગયા હતા. આ વિડીયો જોઈ ને સૌ કોઈ પિતા ની માટે કોમેન્ટો કરી રહ્યા છે. અને વિડીયો ને ખુબ જ શેર અને લાઇક્સ કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.