IndiaReligious

સાવધાન! આ દિવસે થશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ધાર્મિક રીતે આટલી વસ્તુનુ રાખવું ધ્યાન નહીં તો થશે આ નુકશાન..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું અંતરીક્ષ ઘણું જ વિશાળ છે લોકો દ્વારા અંતરીક્ષ ને લઈને માહિતી મેળવવામાં ઘણી રૂચી જોવા મળે છે સામાન્ય વ્યક્તિથી લઈને વૈજ્ઞાનિકો સુધી દરેક માટે અંતરીક્ષ એક રસનો વિષય છે કારણકે અંતરિક્ષમાં જોવા મળતી સમયે-સમયે ઘટના વ્યક્તિઓને ઘણી જ આશ્ચર્યચકિત કરી મૂકે છે આવી ઘટનાઓ વૈજ્ઞાનિક તથા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે હાલમાં આવી જ ઘટના ટૂંક સમયમાં જોવા મળશે જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે

જાણકારી માટે જણાવી દઈએ કે સૂર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘટના છે જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાય છે. તે ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો કોઈ ભાગ ચાંદ હેઠળ છાયામાં પડેલો હોય છે જે સૂર્યપ્રકાશને સંપૂર્ણ અથવા આંશિક રૂપે અવરોધે છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં આવે છે ત્યારે સામાન્ય રીતે સૂર્યગ્રહણ થાય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણમાં સૂર્ય પૂરી રીતે ચંદ્ર વડે ઢંકાઈ જાય છે. જ્યારે ખગ્રાસ અને કોણીય ગ્રહણમાં સૂર્યનો માત્ર અમુક ભાગ જ ઢંકાય છે.

જો વાત હાલના સૂર્ય ગ્રહણ અંગે કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 2022નું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલે થવાનું છે. આ દિવસે શનિચરી અમાવસ્યા છે. જેના કારણે આ સૂર્ય ગ્રહણનું ખાસ મહત્વ છે. જણાવી દઈએ કે આ સૂર્ય ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ છે જેના કારણે ગ્રહણ નું સુતક સમયગાળો માન્ય રહેશે નહીં, પરંતુ આ દરમિયાન કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તે જીવન પર ભારે પડી શકે છે.

સૌ પ્રથમ જો વાત આ ગ્રહણ ના સમયગાળા અંગે કરીએ તો જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ બપોરે 12:15 થી 04:07 સુધી ચાલશે. આ દરમિયાન દેશમાં 1 મેની તારીખ હશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 52 મિનિટનો રહેશે.

હવે જો વાત ગ્રહણ દરમિયાન ધ્યાન માં રાખવા ની બાબત અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે ગ્રહણ ના સમયને શુભ માનવામાં આવતો નથી. માટેજ આ સમયે ભગવાનનું ધ્યાન કરવુ ઉપરાંત તુલસીના પાનને ભોજન અને પાણી વગેરેમાં નાખો, જેથી ગ્રહણની નકારાત્મક અસર તેમના પર ન પડે. ઘરના મંદિરને પડદા, દરવાજા અથવા કોઈપણ કપડાથી ઢાંકી દો અને અંતે સૂર્યગ્રહણ પૂરા થઈ ગયા પછી સ્નાન કરો અને દાન કરો.

જણાવી દઈએ કે એવી માન્યતા છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે માટે આ સમય માં કોઈ પણ શુભ કાર્ય ન કરવું. ગ્રહણ ના સમય્ દરમિયાન ભોજન ન બનાવવુ અને જમવું પણ નહીં સાથો સાથ બહાર જવાનું ટાળવું જોઈએ.

જે મહિલા ગર્ભવતી છે તેમના માટે આ ગ્રહણ માં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જણાવી દઈએ કે એવી માન્યતા છે કે ગ્રહણની સૌથી વધુ અસર ગર્ભવતી મહિલાઓ પર જ પડે છે. તેથી, ગર્ભવતી મહિલાઓને ગ્રહણના સમયગાળા દરમિયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ તીક્ષ્ણ કે ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સમય દરમિયાન તે સારા પુસ્તકો વાંચવાની સાથે ભગવાનની પૂજા પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *