India

વિદેશી ભૂરી એ આ ભારતીય યુવાન નું જીતી લીધું દિલ મિત્રતા નો સંબંધ લગ્ન માં પરિણમ્યો જુઓ તસ્વીર.

Spread the love

આપણા ભારત દેશમાંથી હવે યુવકો અને યુવતીઓ વિદેશી યુવક યુવતીઓના પ્રેમમાં પડવાની ઘટનાઓ બહોળા પ્રમાણમાં સામે આવવા લાગી છે. ક્યારેક વિદેશી યુવતીઓ ભારતીય યુવાન સાથે લગ્ન કરે છે તો ક્યારેક ભારતીય યુવતીઓ વિદેશી યુવાન સાથે લગ્ન કરે છે. ફરી પાછી એવી એક ઘટના હાલ સામે આવી છે. જેમાં તુર્કીની એક યુવતીએ ભારતના યુવાન સાથે લગ્ન કરી લીધા છે. પ્રેમ કહાની ની વાત કરીએ તો આંધ્રપ્રદેશના મધુ સંકીર્થંન નામનો યુવાન વર્ષ 2016 માં એક વર્ક પ્રોજેક્ટ માટે ગીઝેમ નામની છોકરીને મળ્યો હતો.

બંનેની પહેલી મુલાકાત થતા જ બંને એકબીજાના સારા મિત્ર બની ગયા હતા. ધીરે ધીરે મિત્રતાનો સંબંધ પ્રેમમાં બદલાવા લાગ્યો હતો. પછી જાણવા મળ્યું કે આંધ્રપ્રદેશનો રહેવાસી યુવક મધુ કામ માટે તુર્કી ગયો હતો. જ્યાં ગીઝેમ પણ રહેતી હતી અને બંને એકબીજાના સાથે રહેવા લાગ્યા અને બંનેને વિચાર આવ્યો કે તેનો પ્રેમ સંબંધ લગ્નમાં પરિણામે તો. એટલે બંને એકબીજા સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો.

પરંતુ થયું એવું કે બંનેના પરિવારજનો શરૂઆતમાં તો આ લગ્નને સ્વીકારવા તૈયાર થયા ન હતા. પરંતુ બંને પોતપોતાના પરિવારને સમજાવ્યા અને પરિવારના લોકો પણ આ લગ્ન માટે રાજી થઈ ગયા હતા અને કપલ એ વર્ષ 2019 માં સગાઈ કરી હતી. તો પછી બંનેના લગ્ન વર્ષ 2020 માં થવાના હતા પરંતુ કોવિડ ની પરિસ્થિતિ લાગુ થવાના કારણે બંનેના લગ્નમાં મોકૂફ રાખવામાં આવ્યા હતા.

પરંતુ જુલાઈ 2021 માં તુર્કી પરંપરા અનુસાર બંને લગ્ન કરી લીધા હતા અને જાણવા મળ્યું કે તેઓએ ત્યારબાદ ભારતમાં આવીને હિન્દુ રીત રિવાજ પ્રમાણે ફરીથી લગ્ન કર્યા હતા. જેમાં તુર્કીને યુવતીએ હિંદુ પરંપરા મુજબ સુંદર સાડી પહેરી હતી તો યુવાને શેરવાની પહેરી હતી અને તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.

જેમાં બંનેના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તુર્કીની યુવતી ગીઝેમે જણાવ્યું કે તે અને તેનો પરિવાર ભારતીય સંસ્કૃતિ થી આકર્ષિત થયો છે અને તે ભારતીય ભાષા પણ શીખી રહ્યો છે. જેમાં ખાસ કરીને તે લોકો પાસે તે લોકો તેલુગુ શીખવાની કોશિશ કરી રહ્યા છે. આમ આ અનોખી પહેલ ફરી પાછી સામે આવે છે. લોકો આ કિસ્સો વાંચીને ખૂબ જ ચોકી ઉઠ્યા છે. આવી બાબતો હવે ભારતમાંથી સામે આવી સામાન્ય બાબત બની ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *