ફોરેન્સિક ટીમે સાયરસ મિસ્ત્રી ના મોત અંગે કર્યો મોટો ખુલાસો કહ્યું કે શરીર ની અંદર ધમનીઓ ફાટી ગઈ અને..
રોજબરોજ રોડ અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક લોકો પૂરપાટ ઝડપે કાર ચલાવવાને કારણે તો ક્યારેક લોકો સ્ટંટ કરવાને કારણે મૃત્યુને ભેટતા હોય છે. એવામાં ચાર સપ્ટેમ્બર ને રવિવારના રોજ બપોરે 2:30 વાગ્યા ની આજુબાજુ સુર્યા નદી પર બનેલા એક પુલ પર કોર્પોરેટ જગત માં પોતાનું ખૂબ જ નામ કમાઈ ચૂકેલા એવા સાઈરસ મિસ્ત્રી નું માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું હતું. આ કરુણ મૃત્યુને કારણે કોર્પોરેટ જગત આખું આઘાત ની લાગણીમાં છવાઈ ગયું હતું.
આ અકસ્માતની વાત કરવામાં આવે તો સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર દિનશા પંડોળે આ અકસ્માતમાં મૃત્યુને ભેટ્યા હતા. સાઈરસ મિસ્ત્રી જે કારમાં સવાર હતા. તે કોઈ નાની મોટી કાર નહોતી. 70 લાખની mercedes બેંચ જીએલસી નામની આ એસ યુ એસ વિ કાર હતી. પરંતુ આ 70 લાખની કારમાં પણ સાયરસ મિસ્ત્રી બચી શક્યા નહીં. વધુ વિગતે જાણીયે તો આ અકસ્માતની ઘટના બાદ જાણવા મળ્યું કે જહાંગીરનો ભાઈ પંડોલે અને તેની પત્ની અનાયતા આગળની સીટ પર બેઠા હતા.
અનાહિતા પંડોળે કાર ચલાવી રહી હતી. આ અકસ્માત બાદ આગળ બેસેલા તે બંને ને ગંભીર ઇજા ઓ થઈ હતી. પરંતુ તે લોકો ખતરાની બહાર થઈ ચૂક્યા હતા. પરંતુ મર્સિડીઝ કારમાં પાછળ ની સીટ પર સાયરસ મિસ્ત્રી અને જહાંગીર બેસેલા હતા. અને તે લોકો એ સીટ બેલ્ટ પણ પહેર્યો ન હતો આ બાબતે પોલીસે સીસીટીવી કેમેરા ને આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ લોકોએ પાલ ઘરમાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ ફક્ત નવ મિનિટમાં જ 20 કિલોમીટર નું અંતર કાપી ચૂક્યા હતા.
આ બાબતે આઈ આઈ ટી ખડકપુરની સાત સભ્યોની ફોરેન્સિક તેમને બોલાવવામાં આવી. અને તેમને તપાસ અર્થે કહેવામાં આવ્યું હતું. તેમની પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળ્યું કે અકસ્માતમાં એરબેગ તો ખુલી હતી પરંતુ સિટ બેલ્ટ ના પહેરવાને કારણે તે કામ કરી શકી ન હતી. હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર સાયરસ મિસ્ત્રીને થયેલી ઇજા ના કારણે શરીરની અંદર લોહી પણ વહી રહ્યું હતું.
મેડિકલ ઓફિસરે વધુ જાણકારી આપી કે પુરપાટ ઝડપે જઈ રહેલી કારે અચાનક ઝટકો આપતા શરીરમાં ખૂબ જ ઇજા થઈ હતી. અને શરીરની અંદરની ધમનીઓ ફાટી ગઈ હતી. જેના કારણે આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. આ બાબતે લક્ઝરી કાર કંપની mercedes india કારના ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલર ઇસીએમ ને વિશ્લેષણ માટે જર્મની મોકલી રહી છે. અને જે બાબતે યોગ્ય તપાસ કરવા કહેવામાં આવેલું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!