ભારતીય ભૂતપૂર્વ બેટ્સમેન 66 વર્ષ ની વયે કરશે બીજા લગ્ન. છે ને ગજબ ની વાત. શું તમે જાણો છો કોણ છે તે ક્રિકેટર?

અત્યારે લગ્ન ની સીઝન ચાલતી હોય એવામાં સૌ કોઈ લગ્ન ના બંધન માં બાંધતા જોવા મળે છે. લગ્ન કરવામાં ક્રિકેટરો પણ પાછા પડતા નથી. એવા જ એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અરુણ લાલ લગ્ન ના બંધન માં બંધાવા જય રહ્યા છે. અરુણલાલ ની વાત કરી એ તો તે ભારતીય ટિમ માં ઓપનર બેટ્સમેન હતા. તેની કારકિર્દી ખાસ સફળ રહી નથી. તેઓએ 1982માં શ્રીલંકાની સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યો હતો. તેઓનું ક્રિકેટ કરિયર બહું લાંબુ ચાલ્યું ન હતું. તેઓએ 16 ટેસ્ટમાં 6 ફિફ્ટીની મદદથી 729 રન બનાવ્યા હતા.

જ્યારે 13 વન-ડેમાં એક ફિફ્ટીની મદદથી 122 રન બનાવ્યા હતા. તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના નામે 156 મેચોમાં 10421 રન છે, જેમાં 30 સદી અને 43 ફિફ્ટી છે. તમને પણ જાણીને આચર્ય થશે કે અરુણલાલ હાલમાં બીજા લગ્ન કરવા જય રહયા છે. અરુણલાલ ની ઉમર હાલમાં 66 વર્ષ ની છે અને તે આટલી ઉંમરે પણ બીજા લગ્ન કરવા જય રહ્યા છે. તે પોતે 66 વર્ષ ના છે અને તે જે કન્યા સાથે લગ્ન કરશો તેની ઉમર માત્ર 28 વર્ષ ની જ છે. છે ને ગજબ ની વાત.

તે 28 વર્ષીય કન્યા બુલબુલ સાહા સાથે લગ્ન ના બંધન માં બંધાવા જય રહ્યા છે. અરુણલાલ ની પ્રથમ પત્ની ની વાત કરી એ તો તેની પ્રથમ પત્ની સાથે તેના છૂટાછેડા થઈ ગયા છે. તેની પ્રથમ પત્ની નું નામ રિના છે તે બંને એ સંમતિ થી છુટાછેડા લીધેલા છે અને તેની પ્રથમ પત્ની રીના ની મંજૂરી બાદ જ અરુણ બીજા લગ્ન કરવા જય રહ્યા છે. હાલમાં રીના બીમાર હોય તે તેની સાથે જ રહે છે. અરુણલાલ ને પણ 2016 માં કેન્સર ની બીમારી હતી પણ તે તેમાંથી સારવાર કરાવી સાજા થયા ચુક્યા છે.

તે બંને ના લગ્ન કોલકાતા માં 2-મેના રોજ પીઅરલેસ ઈન હોટેલમાં સાંજે 7 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. બંનેના લગ્ન માટેની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. અરુણ અને બુલબુલ એકબીજાને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. લગ્ન દરમિયાન બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અમુક લોકો, પરિવાર તેમજ નજીકના મિત્રોની હાજરીમાં જ અરુણ લાલ અને બુલબુલ લગ્ન કરશે. અને લગ્ન બાદ રિસેપ્શન પણ આ જ હોટેલમાં રાખવામાં આવ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.