ચાર દર્દીઓ એ પોતાના અંગો નું દાન કરતા મનુષ્ય જાત ની સાચી પરિભાષા સમજાવી. અમદાવાદ હોસ્પિટલ ના દર્દી…
જીવતા કોઈ ને કામ આવી એ એટલે ભગવાન પણ આપણા પર રાજી થતા હોય છે. પરંતુ, મર્યા પછી પણ કોઈ ના માટે કામ આવવું એ જ મનુષ્ય ની સાચી પરિભાષા છે. એટલે કે મર્યા પછી કેટલાક લોકો પોતાના અમુક અંગો નું દાન કરી ને બીજા ના શરીર માં જીવિત રહી જતા હોય છે. ગુજરાત માં પણ હવે અમુક કેસો માં દર્દીઓ પોતાના અંગો નું દાન કરવા માટે રાજી થતા હોય છે. અમુક સંસ્થાઓ અને સરકાર ના પ્રયત્નો થી હવે ઘણા બ્રેન્ડેડ ના દર્દીઓ અંગદાન કરતા હોય છે.
ગુજરાત માં ઘણા જિલ્લા માથી અંગદાન કરવાના કિસ્સા સામે આવતા રહે છે. અત્યારે અમદાવાદ માં છેલ્લા ચાર દિવસ માં 14 જેટલા અન્ગ નું દાન જુદા જુદા ચાર જેટલા દર્દીઓ એ કર્યું છે. અમદાવાદ માં 15 જૂન થી 18 જૂન સુધીમાં ચાર બ્રેન્ડેડ દર્દીઓ ના પરિવાર જનો મૃતક ના અંગો નું દાન કરવા માટે રાજી થયા હતા. અમદાવાદ ની સરકારી અને ખાનગી બન્ને હોસ્પિટલ માંથી દર્દીઓ એ અંગદાન કર્યું છે.
જેમાં હાલમાં 71 માં દર્દી માં સુરેન્દ્રનગર ના સંજયકુમાર ગોહિલ ના હ્દય, બન્ને કિડની અને લીવર નું દાન કરવામાં આવ્યું હતું. 72 માં દર્દી મહેસાણા ના મનોજભાઈ પરમાર ના હ્દય, બન્ને કિડની, લીવર અને સ્વાદુપિંડ નું અંગો નુ દાન કર્યું. 73 માં દર્દી સુરેન્દ્રનગર ના સંગીતાબહેન વનાલિયાના હૃદય, બન્ને કિડની અને લીવર નું દાન કર્યું. અને 74 માં દર્દી અમદાવાદ ના 25 વર્ષ ના રાહુલભાઈ રાજભર ના લીવર નું દાન કરવામાં આવ્યું છે.
આમ જુદા જુદા દર્દીઓ દ્વારા તેમના અંગો નું દાન કરી ને અન્ય લોકો ને નવું જિંદગી આપ્યુ છે. આ માટે તેમના પરિવાર નો પણ ખાસ આભાર માનવો જોઈ એ કે તે તેના સભ્ય ના અંગો ના દાન કરવા માટે રાજી થયા. અંગદાન કરીને બીજા લોકો ને નવું જીવન મળે જેથી તે લોકો ના જીવન માં નવી સવાર થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!