સોશિયલ મીડિયા પર રોજ કોમેડી વિડિયો વાયરલ થયા કરતા હોય છે. જંગલી પ્રાણીઓના વિડિયો ખાસ કરીને લોકો સમક્ષ આવતા હોય ત્યારે લોકોને આવા વિડિયો જોવાની ખૂબ જ મજા પડી જતી હોય છે. એમાં પણ વાંદરા ઓ ના વિડીયો લોકો સમક્ષ આવતા લોકોને ખૂબ જ પસંદ આવે છે. એવો જ એક વાંદરા નો વિડીયો હાલ વાઇરલ થઈ રહ્યો છે.
લોકો વાંદરાઓની મજાક મસ્તી ખાસ કરતા જોવા મળે છે અને જ્યારે વાંદરાઓ લોકો ઉપર પોતાના હાથ ફેરવે છે ત્યારે ભલભલાનો પરસેવો છૂટી જતો હોય છે. એવો જ આ વીડિયોમાં જોવા મળે છે. એક યુવતી કે જે એક વાંદરો એક વૃક્ષ ઉપર આરામ કરેલ રહેલો હોય છે તેની છેડતી કરે છે. આ યુવતી બે ત્રણ વખત વાંદરાની છેડતી કરે છે પરંતુ વાંદરો ચૂપચાપ બેસી રહે છે.
અંતે વાંદરા ની સહનશક્તિનો અંત આવ્યો અને જ્યારે યુવતી છાની માની તેની પાસે આવી ત્યારે અચાનક વાંદરાએ તેની ઉપર તરાપ મારી દીધી અને યુવતીના વાળ પકડી લીધા હતા. આ તરાપ એટલી જોરદાર હતી કે બાદમાં યુવતી ઊભી પણ ના થઈ શકી જે વીડિયોમાં જોવા મળે છે. આ વિડીયો જોઇને લોકો અવનવી પ્રતિક્રિયા કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર કવર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
તેને ઈન્સ્ટાગ્રામ પર મીમલોજી નામના પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી. આવા જંગલી પશુ પ્રાણીઓના વિડીયો લોકોને ખૂબ જ પસંદ પડતા હોય છે અને લોકો આવા વીડિયોને ખૂબ લાઈક કરતા હોય છે. જંગલી પશુ પ્રાણીઓનું જીવન એવું જીવન છે કે તેને જીવનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે છે અને ક્યારેક માનવ વસ્તીમાં પણ આવી ચડતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!