India

‘દિપક ચહર’ ની ગર્લફ્રેન્ડ સુંદરતા ની બાબતે કોઈ હીરોઇન થી ઓછી નથી ! સુંદરતા એવી કે જોઈ ને જ તમારું, જુઓ ખાસ તસવીરો.

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી દિપક ચહર ipl સીઝન 2022 ના વર્ષમાં ઓકશનમાં 14 કરોડ રૂપિયામાં ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા તેને ખરીદવામાં આવ્યો હતો. આજે અમે તમને દીપક ચહરની ગર્લફ્રેન્ડ વિશે જણાવીશું કે જે સોશિયલ મીડિયા ઉપર ખાસ એક્ટિવ રહે છે. વાત કરવામાં આવે તો ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન ઇનિંગ્સ પૂરી થયા બાદ દિપક વીઆઈપી સ્ટેન્ડ ઉપર ગયો હતો અને ઘુંટણીયા બેસીને તેને તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું.

જેનો વિડીયો એ સમયે ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. દિપક ચહર ની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ કે જે અભિનેતા સિદ્ધાર્થ ભારદ્વાજ ની બહેન છે. દિપક અને જયા બંને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે ઘણા મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. દિપક ચહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ દિલ્હીની એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. જયા ભારદ્વાજ ને પહેલી નજરે જોતા તે કોઈ વિદેશી છોકરી લાગે પરંતુ તે સંપૂર્ણ ભારતીય યુવતી છે.

તે દિલ્હીની રહેવાસી છે અને દેખાવમાં ખૂબ જ સુંદર છે. તે દિલ્હીના બારાખંબાથી છે. તેને તેની સ્કૂલમાં ધોરણ 12 માં ટોપ કર્યું હતું. ત્યારબાદ એમબી એમાં અભ્યાસ કર્યો અને હાલમાં તે એક કોર્પોરેટ કંપનીના વડા તરીકેનું કામ કરે છે. તેના પિતાનું અવસાન બાળપણમાં થયું ત્યારથી તેની માતા અને ભાઈ સિદ્ધાર્થ સાથે દિલ્હીમાં રહે છે. તેની માતા ડિઝાઇનનો બિઝનેસ કરે છે અને તેનો ભાઈ અભિનેતા અને મોડલ છે.

ઓગસ્ટ મહિનામાં દીપક એ જયા ના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. ત્યારથી દિપક ના પરિવારને જયા ભારદ્વાજ ખૂબ જ પસંદ આવી હતી અને ત્યારબાદ દીપકે જયાને પ્રપોઝ કર્યું હતું. દીપક ચહરની ગર્લફ્રેન્ડ ને જોતા ચાહકો તેની સુંદરતાના દિવાના થઈ ચૂક્યા છે. બોલીવુડની અભિનેત્રીઓને પણ પાછી પાડે તેવી તેની સુંદરતા જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *