1987 મા રેક્ડી થી શરુ કરેલ સફર આજે રેસ્ટોરન્ટે આવી પહોંચી સરગમ ફૂડ મા મળે છે સ્વાદિષ્ટ વાનગીઓ ગુજરાત માં આ જિલ્લા માં,
આપણા ગુજરાતમાં લોકો ખાણીપીણીના ખૂબ જ શોખીન છે. ગુજરાત વાસીઓમાં ખાણીપીણીને લગતી ઘણી બધી અવનવી આઈટમમાં પ્રખ્યાત છે. ખાસ કરીને ગુજરાતના રંગીલા રાજકોટમાં રહેતા રાજકોટ વાસીઓને ખાણીપીણી ચીજ વસ્તુઓથી એક અલગ લગાવ હોય છે. રંગીલા રાજકોટમાં આવેલી એક ખાણીપીણીની રેસ્ટોરન્ટ વિશે આજે અમે તમને જણાવીશું કે તેના માલિકે વર્ષ 1987 માં એક રેકડી થી ધંધો શરૂ કર્યો હતો અને આજે તેનો દીકરો રેકડી થી લઈને રેસ્ટોરન્ટ સુધી આવી પહોંચ્યો છે તો ચાલો આજે અમે તમને તેની સફર કરાવીએ.
ભરતભાઈ ના દીકરા ચેતનભાઇએ જણાવ્યું કે તેમના પિતા સરગમ ફૂડનું એસ્ટાબ્લિશ કર્યું હતું. 1987માં તેઓએ એક રગડા અને દાબેલી ની લારીથી ધંધાની શરૂઆત કરી હતી. તે જણાવે છે કે તેમની પાસે આજે દરેક જાતના ફાસ્ટ ફૂડ અવેલેબલ હોય છે. તેમના પિતા પહેલા સરગમ ફૂડની રેકડી જય હિન્દ પ્રેસ પાસે ઉભી રાખતા હતા આજે તેનાથી થોડે જ દૂર તેમના દીકરાને રેસ્ટોરન્ટ શરૂ કરી છે.
તેમના દીકરા જણાવે છે કે તેમની પાસે હાલમાં રેડ એફએમ નો થપ્પો પણ લાગી ગયેલો છે. તે કહે છે કે તેઓને કસ્ટમર દ્વારા જે કંઈ પણ સજેશન આપવામાં આવે છે તે લોકો તે જ પ્રમાણે અમલ કરતાં હોય છે. આટલું જ નહીં ત્યાં આવતા કસ્ટમર ભાવેશભાઈ કોટકે જણાવ્યું કે અહીં ખૂબ પ્રેમથી જમાડવામાં આવે છે. તેઓ જણાવે છે કે જ્યારે પણ તમે હોટલમાં આવશે ત્યારે હોટલ આખું ભરેલી જ હોય છે.
તે ભાવેશભાઈ કોટક નામના કસ્ટમર કહે છે કે અહીં હાઈજેનીક અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. તેઓ કહે છે કે અહીંનો સૌથી ફેમસ રગડો છે અને વર્ષોથી તે લોકોએ રગડા નો સ્વાદ આજે પણ મેન્ટેન કરેલો જોવા મળે છે. ભરતભાઈ ના દીકરા જણાવે છે કે તેમની રેસ્ટોરન્ટ ઉપર મોટા મોટા સેલિબ્રિટીઓ પણ આવી ચૂકેલા છે. જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો પ્રસિદ્ધ ટપુ એટલે કે ભવ્ય ગાંધી, ડાયરા ના કલાકાર કિર્તીદાનભાઈ ગઢવી તો સાયરામ દવે જેવા મહાન હસ્તીઓ એ અહીંની મુલાકાત લીધેલી છે.
1987 ના વર્ષથી શરૂ કરેલી આ સફર ખૂબ જ અડચણરૂપ રહી હતી એટલે કે અનેક મુસીબતનો સામનો કરીને પિતાની રેકડીને રેસ્ટોરન્ટ સુધી પહોંચાડવામાં તેના દીકરાનો ખૂબ જ ફાળો રહેલો છે. પહેલા રેકડી શરૂ કરી ત્યારે માત્ર ત્રણ વાનગીઓ જ અહીં પીરસવામાં આવતી હતી પરંતુ આજે અહીં મોટાભાગની વાનગીઓ પીરસવામાં આવે છે. આમ રાજકોટમાં આવેલી આ સરગમ ફૂડ ખૂબ જ ફેમસ થઈ ચૂકેલું છે જે રંગીલા રાજકોટવાસીઓને ત્યાં જઈને અવનવી આઈટમ નો સ્વાદ માણવો પસંદ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!