પીપળા ના પાન છે અમૃત સમાન ! હાર્ટએટેક, અસ્થમા, શરદી-ખાંસી, દાત વગેરે ને આપે છે રક્ષણ,,જાણો વાપરવાની સહેલી રીત.
આપણા ભારત દેશમાં અનેક પ્રકારના વૃક્ષો થતા જોવા મળે છે. કેટલાક વૃક્ષો એવા છે કે જે ભારતમાં પવિત્ર વૃક્ષો તરીકે માનવામાં આવે છે. આપણા ભારત દેશના જુના પુરાના ગ્રંથોમાં પણ વૃક્ષોનું અનેક મહત્વ છે. કારણ કે વૃક્ષોનો ઉપયોગ ઔષધીઓ બનાવવા પણ થતો હોય છે. એવા જ એક વૃક્ષનો ઉપયોગ આજે અમે તમને જણાવીશું અને તેનું નામ છે પીપળો.
પીપળાના પાન અનેક પ્રકારે અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. ખાસ કરીને હાર્ટ એટેકને બીજી વખત રોકવામાં પીપળાના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો ચાલો આજે આપણે વધુ વિગતે વાત કરીએ. પીપળાના પાનથી વ્યક્તિને થતી હૃદયની બીમારીના ખતરા ને ટાળી શકાય છે. તેના માટે 15 તાજા પીપળાના પાંદડા ને એક ગ્લાસમાં નાખીને તેમાં પાણી નાખીને સારી રીતે ઉકાળી લેવાનું હોય છે. ત્યારબાદ જ્યાં સુધી તે પાણીનું એક તૃતીયાંશ પાણી ન રહી જાય ત્યાં સુધી તેને ઉકાળવામાં આવે છે.
અને ત્યારબાદ ઠંડુ કરીને ગાળી લેવામાં આવે છે. પાણીને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવે છે. દિવસમાં ત્રણ ત્રણ કલાકે આ પાણીને પીવામાં આવે છે. આવું કરવાથી હૃદયની બીમારીઓના ખતરા ખૂબ દૂર રાખી શકાય છે અને અસ્થમા ના દર્દીઓને પણ પીપળાનું વૃક્ષ બહુ જ ઉપયોગી થતું હોય છે. અસ્થમા ના દર્દીને પીપળાના ડાળની છાલની અંદરના ભાગને કાઢીને સુકવી લેવાનું.
ત્યારબાદ સુકાઈ ગયેલી ડાળી છાલનો બારીક ચૂર્ણ બનાવી લેવામાં આવે છે અને તેનું પાણી સાથે સતત સેવન કરવાથી અસ્થમા ના દર્દીઓને પણ રાહત થતી હોય છે. રોજબરોજ જીવનમાં શરદી અને ખાંસી આ એવી બીમારી છે કે જે કોઈપણ દિવસે આવતી હોય છે. તો શરદી ખાંસીમાં પણ પીપળાના પાનનો ઉપયોગ થાય છે. જેના માટે પીપળાના પાંચ પાનને દૂધની સાથે ઉકાળી લેવામાં આવે છે.
તે બરાબર રીતે ઉકળી જાય છે ત્યારબાદ તેમાં ખાંડ નાખવામાં આવે છે અને ત્યારબાદ તેનો સવાર સાંજ સેવન કરવામાં આવે છે. આમ કરવાથી શરદી ખાંસીને પણ રાહત મળે છે. વધુ વિગતે વાત કરીએ તો પીપળાના દાંતણથી દાંતના દર્દો પણ ગાયબ થઈ જાય છે. આ માટે 10 ગ્રામ પીપળાના છાલની કાથો અને બે ગ્રામ કાળી મિર્ચને બારીક રીતે પીસીને તેનો દત મંજન તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આમ પીપળાનું પાન કે વૃક્ષ અનેક રૂપે ઉપયોગી થતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!