માત્ર એક દોરી ના સહારે આ બાળક નો જીવ બચ્યો પણ માતા-પિતા અને નાનો ભાઈ મરછુ માં સમાય ગયા વાત સાંભળી ધ્રુજી જશે.
રવિવાર ના સાંજે ગુજરાત રાજ્ય ના મોરબી શહેર માં ગોઝારી ઘટના બની હતી. જેમાં મોરબી માં આવેલ ઝુલતા પૂલ પર અચાનક દુઃખદ ઘટના સર્જાઈ હતી. જેમાં જુલતો પુલ તૂટવાને કારણે એકસાથે 400 જેટલા લોકો પુલ પરથી નીચે મરછુ નદી માં ખાબક્યા હતા. આ ઘટના બાદ આજુબાજુ ના જીલા માંથી બચાવ માટે ટિમો ને તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી. મોરબીમાં જે ઘટના બની તેમાં કલાકે ને કલાકે મોત ના આંકડા વધતા જતા હતા.
જાણવા મળ્યું કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં બેડ પણ ખૂટી ગયા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર માટે નવા નવા વોર્ડ ઊભા કરવામાં આવ્યા હતા. એવામાં એક શિવમ નામનો નાનો એવો છોકરો કે જેનો જીવ ચમત્કારી રીતે બચી ગયો હતો તેની સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેના પપ્પા, મમ્મી અને નાનો ભાઈ આ ઘટનામાં મોતને ભેટ્યા છે.
રાજકોટના રેલનગર માં આવેલા અવધ પાર્ક ખાતે રહેતા શિવમ અને તેના માતા-પિતા અને ભાઈ સહિત પરિવારના સભ્યો મોરબી ખાતે તેના નાનીના ઘરે ફરવા આવ્યા હતા. જેમાં રવિવારની સાંજના રોજ દરેક લોકો ઝૂલતા પુર ઉપર ફરવા ગયા હતા. જેમાં શિવમ ના માતા સંગીતા બહેન, પિતા ભુપતભાઈ અને નાનાભાઈ વિરાજનું પૂલ તૂટવાના કારણે મોતની નીપજ્યું હતું.
જ્યારે શિવમ એ જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે પુલ ઉપર ભારે ભીડ હતી અને અચાનક પુલ ઝૂલવા લાગ્યો હતો અને અચાનક સેકન્ડોમાં પૂલ તૂટી પડ્યો હતો. શિવમ જ્યારે પુલ ઉપરથી પડ્યો ત્યારે તેના હાથમાં એક દોરી આવી ગઈ અને તે દોરી પકડીને દોરીના સહારે પૂલ ઉપર ચડી ગયો હતો અને તેનો જીવ આ રીતે બચ્યો હતો. શિવમના માતા-પિતા અને ભાઈના મૃતદે તેના રાજકોટમાં આવેલા ઘરે લાવવામાં આવ્યા હતા. શિવમ એ આ આખી ઘટના જણાવ્યા બાદ લોકો પણ સાંભળીને ચોકી ઉઠ્યા હતા આમ અનેક લોકોના સ્વજનો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!