રવિવાર સાંજના રોજ ગુજરાતના મોરબી જિલ્લામાં એક ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં મોરબી જિલ્લામાં આવેલો ઝુલતો બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. હજુ થોડા સમય પહેલા જ નવા વર્ષમાં સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવતો બ્રિજ અચાનક બે ભાગ થઈ ગયા હતા અને તેના ઉપર ઊભા રહેલા 400 થી 500 લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમાં 100 થી પણ ઉપર લોકો મોતને ભેટીયા હતા જેમાં 25 થી પણ વધારે નાના બાળકોનો સમાવેશ થાય છે.
આ ઘટના બાદ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતે શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જ્યારે પૂલ તૂટવાની ઘટના બની ત્યાર પહેલાની સેકન્ડો નો વિડીયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ રાત્રિના સમયે લોકો પુલ ઉપર મજા માણી રહ્યા હતા. કેટલાક યુવાનો પુલ ઉપર ઊભા રહીને ફોટો પાડી રહ્યા હતા તો કેટલાક યુવાનો નદી ના દ્રશ્ય નિહાળી રહ્યા હતા અને અચાનક જ પૂલ હચમચવા લાગે છે અને લોકો ગણતરીની સેકન્ડોમાં જ ધડામ કરતાં પાણીમાં ખાબ કી ગયા હતા. આ વિડિયો જોવા વાળા ના રુવાટા બેઠા થઈ ચૂક્યા છે. હજુ ધીરે ધીરે આમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
View this post on Instagram
રાજકોટ, કચ્છ અને ગાંધીનગરથી એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ પણ તાત્કાલિક ધોરણે દોડી આવી હતી. આ સમગ્ર ઘટના ઉપર ગુજરાતના મુખ્યમંત્રીને બાદ નજર રાખી રહ્યા છે અને ઇજાગ્રસ્તોને તમામ સારવાર મળે તેની તકેદારી રાખી રહ્યા છે. આ દુઃખદ દુર્ઘટના બનતા આખા ભારતમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. જે બાદ કેન્દ્ર સરકાર તરફથી મૃતકોને બે બે લાખ રૂપિયા ની સહાય કરવામાં આવેલી છે તો ઈજાગ્રસ્ત ને 50 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!