સોશિયલ મીડિયા મારફતે થયેલો પ્રેમ મોત માં પરિણમ્યો પ્રેમી એ પ્રેમિકાનું ગળું દબાવી અને પોતે તળાવ માં જંપલાવી આપઘાત કરી લીધો…
વલસાડ જિલ્લામાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક પ્રેમી એ તેની જ પ્રેમિકા ને મોત ને ઘાટ ઉતારી પોતે પણ તળાવ માં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. વલસાડ જિલાના રોણવેલ ગામ ના એક પરિવાર ની 19 વર્ષ ની દીકરી ના પ્રેમી એ પ્રેમિકાના ઘરે જઈને ગળું દબાવી મૃત્યુ નિપજાવ્યું હતું. રોણવેલ ગામમાં રહેતા રાજેશભાઈ પટેલ કે જે સ્કૂલ માં વર્દી ભરવાનું કામ કરે છે. તેના પત્ની રંજનબહેન છે. દંપતીને 19 વર્ષ ની દીકરી પાયલ અને કેતન નામનો દીકરો છે.
રાજેશભાઈ અને તેનો પારિવાર કોઈ પ્રસંગે બહાર ગયો હતો. આ દરમિયાન પુત્રી પાયલ ને તેનો પ્રેમી સ્મિત કોળી પટેલ મળવા આવ્યો હતો. અને આ દરમિયાન બનેં વચ્ચે કોઈ કારણોસર ઝગડો થતા સ્મિતે પાયલ નું ગળું દબાવી ને હત્યા કરી નાખી હતી. અને નાસી છૂટ્યો હતો. પ્રેમિકા પાયલ ની હત્યા કર્યા બાદ સ્મિત રાત્રે રોણવેલ થી પોતાના ગામ સુમારે રવાના થયો હતો. પણ રાત સુધી સ્મિત તેના ઘરે પહોંચ્યો ન હતો. આથી પરિવાર દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી.
આજુબાજુના લોકો દ્વારા શોધખોળ કરતા સ્મિત ના ચપ્પલ, મોબાઈલ, બાઈક, પર્સ વગેરે તળાવ પાસેથી મળી આવ્યા હતા. આ દરમિયાન લોકો ને શંકા ગઈ અને તરવૈયાઓ ને બોલાવી શોધખોળ શરું કરાવી. સોમવારે સ્મિત નો મૃતદેહ સવારે તળાવ માંથી મળી આવ્યો હતો. સ્મિત ના પિતા એ આ અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં જાણવા મળ્યું કે સ્મિત પટેલ અને પાયલ ની દોસ્તી ઇન્સ્ટાગ્રામ પર થઇ હતી. તે બન્ને ના લગ્ન પણ થવાના હતા.
બન્ને ના પ્રેમ ની વાત બન્ને ના પરિવાર ને પણ જાણ હતી. અને રાજીખુશી થી લગ્ન કરાવાના હતા.વધુમાં જાણવા મળ્યું કે પાયલ ના ફળિયામાં રહેતા રેખાબહેને જણાવ્યું કે સ્મિત પટેલ પાયલ ના ઘરે બાયક લઈને આવ્યો હતો. અને તેમને પૂછતો હતો કે પાયલ ક્યાં છે. જેથી રેખાબહેન અને બીજા એક હનીબહેને પાયલ ને બોલવા બૂમો પાડી હતી. સ્મિત પટેલ ફાયનાન્સ ની કંપની માં નોકરી કરતો હતો.
આ બાબતે પોલીસે જણાવ્યું કે, બન્ને ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી જ ખ્યાલ આવશે. યુવતી ના પિતા અને યુવક ની આત્મહત્યા ની એડી નોંધવામાં આવી છે.બન્ને ના પરિવાર ના નિવેદનો લઇ ને કેસની ડિસમરી કરવાની કામગીરી કરવામાં આવશે. પરિવાર ના પુત્રો ચાલ્યા જતા પરિવાર ના માથે મહામુસીબતો આવી પડી છે.