આપણા સમાજમાંથી રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. એવી જ એક ઘટના મહારાષ્ટ્ર ના ઓરંગાબાદ જિલ્લામાંથી સામે આવે છે જેમાં એક યુવતીએ પોતાના ઘર લોકોની વિરુદ્ધ જઈને યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તો યુવતી ની માતાએ અને યુવતીના ભાઈએ યુવતી ની હત્યા કરી નાખી હતી. વધુ વિગતે વાત કરીએ તો 19 વર્ષની કીર્તિ નામની યુવતીએ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને પોતાના ગામમાં રહેતા 23 વર્ષના યુવાન અવિનાશ થોરે સાથે લગ્ન કર્યા હતા.
યુવતીનું લગ્ન જીવન ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું હતું પરંતુ પાંચ ડિસેમ્બરના રોજ એવી ઘટના બની કે જેને લોકોને હચ મચાવી દીધા હતા. પાંચ ડિસેમ્બરના રોજ પરિણીત યુવતી કીર્તિ ના ભાઈ એ બહેનને ફોન કર્યો કે તે બધું ભૂલી જઈને તેને જે લગ્ન કર્યા છે તે તેને અપનાવવા માંગે છે અને તેને કહ્યું કે તે અને તેની માતા તેના ઘરે આવી રહ્યા છે. જ્યારે માતા અને ભાઈ યુવતીના ઘરે આવ્યા ત્યારે યુવતી રસોડામાં કંઈક વસ્તુ લેવા ગઈ હતી.
ત્યારે ભાઈ પણ તેની પાછળ પાછળ ગયો હતો અને ભાઈએ અચાનક ધારદાર હથિયાર કાઢ્યું અને કીર્તિનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. આ ઘટના બાદ તેનો ભાઈ તેની બહેનનું માથું લઈને બહાર આવ્યો હતો અને બહેનના માથા સાથે સેલ્ફી પાડીને whatsapp ગ્રુપમાં શેર પણ કરી હતી. આ બાદ આરોપી ભાઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ આખી ઘટનામાં મૃતક કીર્તિ ના માતાએ પણ દીકરાનો સાથ આપ્યો હતો.
આ ઘટના બનતા ની સાથે કીર્તિના પતિએ આરોપીને પકડવાની કોશિશ કરી હતી પરંતુ તે ત્યાંથી નાસીપાસ થઈ ગયો હતો અને ત્યારબાદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કરી દીધું હતું. આમ આ આખી ઘટના સામે આવતા લોકો ઘટના સાંભળીને ચોકી ઉઠેલા છે. પરંતુ યુવતી નો વાંક માત્ર એટલો હતો કે તેને પોતાના ઘર પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરી લીધા હતા.
અને જાણવા મળ્યું કે જ્યારે યુવતીને હત્યા કરવામાં આવી ત્યારે તે ગર્ભવતી હતી. જાણવા મળ્યું કે કીર્તિ મોટે અને અવિનાશ થોરે એકબીજા સાથે કોલેજમાં ભણતા હતા ત્યારે જ બંનેને પ્રેમ થઈ ગયો તો પરંતુ પરિવારના લોકો બંનેના સંબંધની વિરુદ્ધ હતા અને તે લોકોએ પરિવારની ઇરછા વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!