આપણા સમાજમાં ભગવાન પછી જો કોઈ દરજજા નો વ્યક્તિ આવે છે તો તે છે આપણા માતા પિતા. આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ આપણા જીવનમાં માતા પિતા નું કેટલું બધું મહત્વ હોય છે. ખાસ કરીને પિતા કરતાં પણ પ્રથમ દરજ્જામાં જો કોઈ વ્યક્તિ આવે તો તે છે આપણી માતા. આપણે અનેક એવી વાર્તાઓ અને કિસ્સાઓ સાંભળ્યા હશે કે જે માતા પિતા ઉપર કહેવાયેલી હોય છે.
પરંતુ અમુક વાર આપણે એવા કિસ્સા સાંભળીએ છીએ કે આપણને નાનપણથી મોટા કરનાર માતા-પિતા જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે તેના દીકરાઓ દ્વારા તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવામાં આવતા હોય છે અને માતા પિતા ને તેના બાળકોથી અલગ રહેવાનો વારો આવતો હોય છે પરંતુ કેટલાક એવા લોકો હોય છે કે જે પોતાના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક માતા પોતાના ઘરના રસોડામાં ઘરના સભ્યો માટે જમવાનું પીરસતા હોય છે. એવામા તેનો દીકરો આવે છે અને માતાને ખ્યાલ ન હોય તેવી રીતના તે માતાના ગળામાં સોનાનો ચેન પહેરાવે છે .આ સોનાનો ચેન માતાએ અચાનક ગળામાં પહેરતા ની સાથે જ માતાને ચહેરા ઉપર એક અલગ ખુશી જોવા મળી હતી તેનો કોઈ પાર ન હતો.
આ વીડિયોને અત્યાર સુધીમાં પાંચ હજારથી પણ વધારે લોકોએ જોઈ લીધો છે અને આ વીડિયોમાં માતા પુત્રને આ પ્રેમ પ્રત્યે ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આજના જમાનામાં આવા માતા પ્રત્યે પુત્રનો પ્રેમ તો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર જિંદગી ગુલઝાર હે નામના એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે જે ખૂબ જ લોકોને પસંદ આવી રહ્યો છે.
छोटा सा गिफ्ट मम्मी के लिए 👩❤️💋👨🎁💐 pic.twitter.com/WPUc7fTvRj
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 14, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!