Gujarat

માતા બની તેના 6-વર્ષ ના બાળક ની હત્યારી ! સામે આવ્યું માતા નું પ્રેમ-પ્રકરણ…જાણો આખી ઘટના.

Spread the love

ગુજરાત માં રોજબરોજ હત્યા કરવાના ખાસ બનાવો સામે આવે છે. એવામાં વડોદરા ના સાવલી તાલુકાના એક ગામ માંથી એક હચમચાવી દેતો કિસ્સો સામે આવીયો છે. જેમાં એક માતા જ તેના પુત્ર ની હત્યારી બની છે. કારણ જાણશો તો ચોકી ઉઠશે. માતા એ તેના છ વર્ષ ના પુત્ર ની હત્યા કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રેમી ની સાથે ખુલી ને મળી ના શકતી માતા એ આવી નાની વાત માં તેના છ વર્ષ ના બાળક ને રસ્તા માંથી હટાવી દીધો હતો.

વધુ વિગતે જાણવા મળ્યું કે, સુમિત્રા પરમાર નામની મહિલા મૂળ પંચમહાલ જિલ્લા ના એક ગામની વતની છે. સુમિત્રા પરમાર ના લગ્ન આઠ વર્ષ પહેલા મુકેશ સાથે થયા હતા. પરંતુ છેલ્લા ઘણા સમય થી સુમિત્રા નું તેના ગામના એક યુવાન સાથે ચક્કર ચાલતું હતું. સુમિત્રા તેના પ્રેમી ને મળવા વારંવાર તેના પિયર જતી હતી. સુમિત્રા ને બે સંતાનો છે.

એવામાં તેનો છ વર્ષ નો પુત્ર તેની સાથે જ ફરતો. આથી તે તેના પ્રેમી સાથે ખુલી ને મળી શક્તિ નોતી. આથી પુત્ર નું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. 26 જૂન ની આ વાત છે. જયારે સુમિત્રા એ તેના પતિ ને બહાર મીઠું લેવા મોકલ્યો હતો. આ સમયે તેનો પ્રેમી કિશન તેના ઘરે કાર લઈને આવ્યો હતો. એવામાં ગામના લોકો એ કિશન ને જોઈ લીધો હતો. બાદ માં સુમિત્રા ને અગ્રણી લોકો એ સમજાવી કે તે આ પ્રેમ પ્રકરણ થી દૂર રહે. માતા-પિતા ને પણ આ બાબતે વાત કરી હતી.

કિશન જયારે ઘરે આવ્યો હતો. ત્યારે સુમિત્રા નો પુત્ર પ્રિન્સ તેને ઓળખી ગયો હતો. અને તેને કહ્યું કે, માતા અને આ વારેવારે મળે છે. ક્યારેક કાર માં પણ સાથે લઇ જાય છે. આ વાત થી સુમિત્રા નો ગુસ્સો વધી ગયો. અને બીજા દિવસે તેના પતિ સાથે પ્રેમ પ્રકરણ ને લઇ ને ઝગડો થયો હતો. ત્યારે પતિ નોકરી એ ચાલ્યો ગયો. બાદ માં સુમિત્રા એ તેના 6-વર્ષ ના પુત્ર પ્રિન્સ નું ગળું દબાવીને મારી નાખ્યો હતો. અને તેની લાશ ને તેના ગામની પાછળ ની બાજુ ની કેનાલ ના પાસે ના થાંભલામાં ફસાવીને અકસ્માત નું રૂપ આપવા માંગતી હતી. પરંતુ ગામના લોકો એ આ જોઈ લેતા તે પકડાય ગઈ હતી. હાલ તો કિશન અને સુમિત્રા ની પોલીસે અટકાયત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *