ગુજરાત ના આ ગામ ના પાપડ એવા સ્વાદિષ્ટ કે વિદેશ માં પણ પણ છે બોલબાલા ગામ ના લોકો પર થાય છે ડોલરો નો વરસાદ જાણો.

આપણને ખ્યાલ છે કે આપણા ભારતમાં વસતા ગુજરાતના લોકો પોતાના ધંધામાં ખૂબ જ આગળ વધતા હોય છે. ગુજરાતવાસીઓ ખાસ કરીને બિઝનેસ કરવામાં રસ ધરાવતા હોય છે અને ગામડામાં વસતા લોકો વિદેશ સુધી પણ પહોંચી જતા હોય છે અને પોતાના બિઝનેસને જમાવી દેતા હોય છે. એવા જ એક ગામની વાત કરવામાં આવે તો તે ગામમાં રહેતા લગભગ દરેક ઘરનો એક વ્યક્તિ વિદેશમાં રહે છે અને આ આખું ગામ એક જ વ્યવસાય સાથે સંકળાયેલું છે તો ચાલો વધુ વિગતે જાણીએ.

ગુજરાત રાજ્યના નડિયાદ શહેરથી છ કિલોમીટર દૂર આવેલા ઉત્તરસંડા ગામ માં અનેક નાના મોટા ગૃહ અને લઘુ ઉદ્યોગો છે જેના થકી ગામના લોકો સ્વરોજગારી મેળવે છે. આ ગામની વસ્તી માત્ર 17,000 ની છે પરંતુ લગભગ દરેક ઘરનો એક વ્યક્તિ વિદેશમાં રહે જ છે. આપણે સૌ લોકો રોજ બરોજ ભોજનમાં પાપડને ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પાપડ એક એવી વસ્તુ છે કે જેનો સ્વાદ હર કોઈ લોકોને ગમે છે.

આ ઉત્તરસંડા ગામના લોકો પાપડમાંથી ખૂબ જ કમાણી કરે છે. જાણવા મળ્યું કે વર્ષ 1986માં ઉત્તરસંડા ગામના રહેવાસી દિપકભાઈ પટેલે પહેલી વખત અહીં પાપડનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તેને પોતાની બ્રાન્ડ ને ઉત્તમ એવું નામ આપ્યું હતું. હાલમાં દીપકભાઈ અને તેના સંતાનો વિદેશમાં રહે છે. આથી કારખાના નું સંચાલન કરમસદ ગામના જીતુભાઈ ત્રિવેદી કરે છે. અહીં પાપડની અનેક ફેક્ટરીઓ આવેલી છે.

જાણીને નવાઈ લાગશે કે અહીં એક દિવસમાં જ માત્ર 4000 કિલો થી પણ વધુ પાપડનું ઉત્પાદન થાય છે અને તેને માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ વહેંચવામાં આવે છે. વિદેશમાંથી પણ પાપડના ખરીદનારાઓની સંખ્યા બહોળી જોવા મળે છે. જાણવા મળ્યું કે અહીં ગામનું વાતાવરણ પાપડ માટે ઘણું સારું છે. પાપડ ને સફેદ અને નરમ ઉપરાંત પાતળા અને સ્વાદિષ્ટ બનાવવામાં ગામનું વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

અહીં દિવાળીના સમયમાં 70 કરોડથી પણ વધુનો ધંધો થતો હોય છે. જે સમયગાળામાં ત્રણ થી છ ટન જેટલું મેથી અને ચોળાફળીનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. આમ આ ગામમાં પાપડના ઉદ્યોગને લઈને લોકોમાં ખાસ એવું રોજગારીની તક ઊભી કરી છે અને લોકો સ્વરોજગારી મેળવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *