અદભુત ! પોપટ હિન્દીમા બોલીને પોતાની માટે ચા મંગાવે છે…સાંભળીને થઈ જશે ચકિત.જુઓ વિડીયો.
ભારત ના લોકો પશુ,પક્ષીઓ ને પાળવાનો શોખ ધરાવતા લોકો છે. લોકો કુતરાઓ, બિલાડી, પોપટ જેવા અનેક પશુ,પક્ષીઓ ના શોખીન હોય છે. અને તે લોકો આવા પશુ, પક્ષીઓ ને પોતાના ઘરે જ પોતાના ઘર ના સદસ્યો ની જેમ જ દેખભાળ રાખતા હોય છે. તેમને સમયસર જમવાનું આપે બહાર ફરવા લઇ જાય દરેક વસ્તુ કરાવતા હોય છે.
એવો જ એક વિડિઓ આ.પી.એસ અધિકારી દીપાંશુ કાબરા દ્વારા તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરેલો છે. જે વિડીયો માં એક પોપટ જોઈ શકાય છે. આ પોપટ સેમ ટુ સેમ માણસ ની જેમ વાતો કરતો જોવા મળે છે. પોપટ એક ઘર માં એક સ્ટુલ પર બેસેલો છે. આ દરમિયાન એક બહેન પોતાનું કામ રસોડા માં કરી રહ્યા હોય છે. આ દરમિયાન પોપટ સુંદર રીતે તે બહેન ને અવાજ કરી ને કહે છે કે,
પોપટ તે બહેન ને ”મમ્મી” કહીને બોલાવે છે. પોપટ આ રીતે ઘણીવાર બોલે છે. પેલા બહેન જે રસોડામાં હોય છે તે સામો જવાબ આપતા કહે છે. આય-બેટા-આય અને પોપટ પાછો ઘડીક રહીને કહે છે મમ્મી, અને રસોડામાં થી બહેન કહે છે ”આય બેટા આય,, લા રહી હું ચા તેરે લિયે” પોપટ અને મમ્મી નો સંવાદ હિન્દી માં ચાલે છે. ખરેખર વિડીયો જોવાની અને પોપટ નો આવાજ સાંભળવાની ખુબ જ મજા આવે છે.
बात करने का अलग ही मज़ा होता है,
जब कोई इतनी आत्मीयता से संवाद करता है.यह खूबसूरत और मासूम वार्तालाप सुनकर लगता है काश हम सभी जीवों से ऐसे ही बात कर सकते… pic.twitter.com/uX80K59OPT
— Dipanshu Kabra (@ipskabra) May 26, 2022
આવા પોપટ વિદેશો માં ખાસ જોવા મળે છે. પણ આ પોપટ તો ભારત માં જ હિન્દી માં વાતો કરે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણા લોકો જોઈ ચુક્યા છે. અને પોપટ લોકો ને ખુબ જ પસંદ પડે છે. લોકો પોપટ ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.