દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ એટલે અમેરિકા દેશ. અમેરિકા દેશના હાલના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન છે પરંતુ તેના પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ એટલે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ 15 નવેમ્બર એક મોટી જાહેરાત કરશે એવું માનવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ 2024 ની યુએસ ના પ્રમુખ પદની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી ફરીથી નોંધાવી શકે છે.
પરંતુ હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની પુત્રી ટિફની ટ્રમ્પે તેના બોયફ્રેન્ડ માઈકલ બુલોસ સાથે લગ્ન કરી લીધા છે જેની અનેક તસવીરો સામે આવેલી જોવા મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ની પુત્રી એ તેના લગ્નના દિવસે સફેદ કલરનું સુંદર ગાઉન પહેર્યું હતું તો તેના પતિ માઈકલ બુલોસ બ્લેક સુટ માં જોવા મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ની પુત્રી ની સુંદરતા જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા હતા નહીં.
બંને પતિ પત્ની લગ્ન ના દિવસે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ની પુત્રી સાથે એક નાની છોકરી પણ જોવા મળી હતી. લાંબી સ્લીવ પર્લ વેડિંગ ગાઉનમાં ટિફની ટ્રમ્પે લગ્નમાં ધૂમ મચાવી દીધી હતી તો બીજી તસવીરમાં ટીફની ટ્રમ્પ એ લગ્નની પાર્ટીમાં તેના પતિ માઈકલ બુલોસ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.
ટિફની ટ્રમ્પ ના લગ્નમાં તેની બહેન ઇવાન્કા ટ્રમ્પ પણ પહોંચી હતી. ઇવાન્કા ટ્રમ્પ તેના પતિ સાથે ઉભેલ જોવા મળતી હતી. પોતાની પુત્રીના શુભ લગ્ન પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ હળવાશ જોવા મળ્યા હતા અને ખૂબ જ ખુશ જોવા મળતા હતા. આ તસવીરોને દુનિયાના દરેક દેશમાં ખૂબ જ જોવામાં આવે છે અને લાઈક કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!