આવી ભારે મોંઘવારીમાં સસ્તું સોનું ખરીદવાનો અવસર જો તમને પણ છે ઇચ્છા તો આજે જ…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મૂકી છે જીવન જરુરિયાતની વસ્તુઓ લઈ મોજ શોખ સુધી ની તમામ વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ થી લઈને ખાણી પીણીની વસ્તુઓ અને તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
તેવામાં જયાં એક બાજુ કોરોના પછી લોકોની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે તો બીજી બાજુ મોંઘવારીમાં વધારો જોવા મળી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે હાલ દિવાળી નજીક છે દિવાળી પોતાની સાથે અનેક તહેવારો લાવે છે તો તેવામાં તમે પણ આ શુભ પ્રસંગમાં સોનુ ખરીદવા ઇચ્છતા હો તો આ અહેવાલ તમારાં માટે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22-સાતમી શ્રેણી નું વેચાણ તારીખ 25 ઓક્ટોબર થી શરૂ થઈ ચુક્યુ છે. અને આ યોજન માટે ના નામો ની નોંધણી (સબસ્ક્રિપ્શન) તારીખ 29 ઓક્ટોબર સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે સોવરિન ગોલ્ડ બોન્ડ સરકાર વતી RBI બહાર પાડે છે. આ અહેવાલમાં આપણે જોશું કે કેવી રીતે આપણે આ બોન્ડ ખરીદી શકીએ અને અન્ય વધુ લાભો મેળવી શકીએ. તો ચાલો વિસ્તારથી માહિતિ મેળવીએ.
જો વાત આ બોન્ડ ના ભાવો અને અન્ય બાબત અંગે કરીએ તો આ બોન્ડ સ્કીમ 2021-22ની ઈશ્યૂ કિંમત 4,765 રૂપિયા દરેક એક ગ્રામ નક્કી કરવામાં આવી. જો કે જે રોકાણકારો ઓનલાઈન અરજી કરે છે અને ઓનલાઇન પેમેન્ટ કરે છે. તેવા રોકાણ કરો ને આ સ્કીમ માં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત સરકારે RBI સાથે ચર્ચા વિચારણા કરીને કરી છે. આવા રોકાણકારો ને ઈશ્યુ ની કિંમતથી 50 રૂપિયા દરેક ગ્રામ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે ઓનલાઈન અરજી અને ઓનલાઇન પેમેન્ટ કરનાર રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ પ્રાઇસ 4,715 રૂપિયા દરેક ગ્રામ માટે રહેશે.
માટે દરેક 10 ગ્રામ પર તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો વાત આ યોજના ના અન્ય લાભો અંગે કરીએ તો સ્કીમ માં રોકાણ કરનાર ને દર વર્ષે વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજ મળશે. વળી આ સ્કીમ માં કેપિટલ ગેઇન ટેક્સ મુક્તિ પણ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ સોનું ખરીદવા માટે કોઈ GST અને મેકિંગ ચાર્જ લાગતો નથી. તમે આ યોજના માં વધુ માં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. જ્યારે કોઈ પણ ટ્રસ્ટ અથવા સંસ્થા આ યોજના હેઠળ વધુ માં વધુ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.
તમે આવા બોન્ડ સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અથવા નિયુક્ત પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જો ઉપરાંત નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ તથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE)માંથી ખરીદી શકો છો. આ બોન્ડ પાકતી મુદત 8 વર્ષની છે. પણ તમે પાંચ વર્ષ પછી વ્યાજ ચુકવણીની તારીખે આ યોજનામાંથી બહાર નીકળી શકો છો.
આ બોન્ડ ને ગીરવે મૂકીને આ બોન્ડ નો રોકાણકાર લોન પણ લઈ શકો છે. જો વાત રોકાણકાર અંગે કરીએ તો કોઈપણ વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત પરિવાર ઉપરાંત ટ્રસ્ટ અને સંસ્થાઓ, સંયુક્ત નામે ગ્રાહકો અને સગીરના નામે પણ ખરીદી શકાય. જોકે સગીર વતી તેના માતા પિતા અથવા વાલીએ આ બોન્ડ માટે અરજી કરવાની હોઈ છે.