આપણા સમાજ માંથી રોજ-બરોજ અનેક આપઘાત ના કેસો સામે આવતા જ રહે છે. જેમાં કેટલાક આર્થિક સંકડામણ ને કારણે તો કેટલાક પૈસા ની લેતીદેતી માં તો કેટલાક પ્રેમ સંબંધ માં આપઘાત કરી બેસતા હોય છે. આપણા સમાજ માં ઘણા લોકો એવા છે કે તેને સરખો ન્યાય મળતો હોતો નથી. કેટલાય કોર્ટ કચેરી ના ધક્કા ખાવાના અંતે પણ ન્યાય મળતો હોતો નથી. અને તે આખરે સરકારી કચેરી માં જય ને આત્મવિલોપન કરી બેસતા હોય છે.
એવો જ એક કેસ કરછ જિલ્લા માંથી સામે આવ્યો છે. જ્યાં રાપર તાલુકા ના એક મધ્યમ વર્ગ ના પરિવાર ના સભ્ય એ આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ ની સતર્કતા ને કારણે તેને બચાવી લેવા માં આવ્યા હતા. વધુ વિગતે જાણીએ તો, રાપર તાલુકા માં રામવાવ ગામે ભૂમાફિયાઓ દ્વારા ગૌચર ની જમીન પર અનેક દબાણો કરી લેવામાં આવ્યા હતા. આ બાબતે શિવુભા દેવલજી જાડેજા નામના યુવાને હાઇકોર્ટ માં ન્યાય ની માંગણી કરી હતી.
ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા આ બાબતે રાપર તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત ને દબાણો દૂર કરવા ના આદેશ આપ્યા હતા. છતાં પણ દબાણો દૂર કરવામાં આવતા ન હતા. આથી કંટાળી ને અરજદારે અંતે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રાપર તાલુકા ની પંચાયત કચેરી ખાતે આ અરજદારે જય ને કેરોસીન શરીરે છાંટી ને શરીરે આગ લગાવવાનો પ્રયાસ કરતા પોલીસે આવી તેને બચાવી લેવામાં આવ્યા હતા.
જે બાદ દુર કરવા માટે રાપર તાલુકા વિકાસ અધિકારી કે. વી. મોઢેરા અને મામલતદાર તથા ગ્રામ પંચાયતે લેખિતમા ખાતરી આપી હતી કે દબાણ પંદર દિવસમાં દૂર કરવામાં આવશે. આમ આ બાબત બાદ પોલીસ અને ફાયર સુરક્ષા નો ત્યાં કડકડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!