ટીવી સિરિયલ ના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશી નું દુઃખદ અવસાન મોત નું કારણ જાણી લાગશે આંચકો,
થોડા મહિના પહેલા ભાભીજી ઘર પર હે ટીવી સીરીયલ ના પ્રખ્યાત અભિનેતા દીપેશ ભાન નું ક્રિકેટ રમતા સમય એ અચાનક હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યું હતું. એવામાં ફરી ટીવી સીરીયલ ના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશી નું નિધન થયું છે. સિદ્ધાંત વીર સૂર્યવંશી નું નિધન મુંબઈમાં વર્ક આઉટ કરતા સમયે થયું છે.
46 વર્ષના સિદ્ધાંત વીર સૂર્યવંશીને જિમમાં વર્કઆઉટ સમય હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરે 45 મિનિટ સુધી તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે બચી શક્યો નહીં અને તે મોતને ભેટ્યો હતો. સિદ્ધાંત વીર સૂર્યવંશી નો જન્મ 15 ડિસેમ્બર 1975 ના રોજ મુંબઈમાં થયો હતો.
તેણે કુસુમ ટીવી સીરીયલ થી ડેબ્યુ કર્યું હતું. તો તેને કુસુમ, કસોટી જિંદગી કી, કૃષ્ણા અર્જુન, જમીન સે આસમાન તક, વગેરે જેવી સિરિયલ માં પોતાનું યોગદાન આપેલું છે. તેના અંગત જીવનની વાત કરીએ તો તેને પોતાના જીવનમાં બે લગ્ન કરેલા છે. જેમાં વર્ષ 2000 માં તેણે ઈરા સૂર્યવંશી સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. જે બાદ તે બંનેની એક પુત્રી પણ છે પરંતુ વર્ષ 2015માં ઈરાથી છુટાછેડા લઈને વર્ષ 2017 માં મોડલ અને ફેશન કોરિયોગ્રાફર એલિસિયા રાઉતસાથે બીજા લગ્ન કર્યા હતા.
અને તેના થકી તેને પુત્ર પણ થયો છે. આમ ટીવી સિરિયલના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશી નું દુઃખદ અવસાન થતા ચાહકોમાં અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગયેલી છે. સિદ્ધાંત વીર સૂર્યવંશી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતો હતો. 46 વર્ષની ઉંમરે પણ તે પોતાના બોડી ને ખૂબ જ મેન્ટેન રાખતો હતો અને વર્કઆઉટના વિડીયો અને ફોટા અવારનવાર શેર કરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!