સમાજ માટે ઉત્તમ ઉદાહરણ! પુત્ર અને પુત્રવધુ એ 52-વર્ષ ની વિધવા માતા ની ઈચ્છા પૂરી કરવા એવું કર્યું કે..

ક્યારેક ક્યારેક સમાજ માં એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે લોક એક નાની વાત માં ઘણું બધું કહી જતા હોય છે. અને સમાજ ના માટે એક સુંદર ઉદાહરણ પૂરું પાડી દે છે. મુંબઈ માં રહેતા એક ગુજરાતી પરિવાર ની એક સુંદર ઘટના સામે આવી છે. જે જોઈ ને સમાજ ને એક નવી રાહ ચીંધે છે. મુંબઈ માં રહેતા એક ગુજરાતી પારિવાર ના બહેને તેના પતિ ના મૃત્યુ બાદ 52 વર્ષ ની ઉંમરે બીજા લગ્ન કર્યા છે.

52 વર્ષ ના આ મહિલા એ પોતાના જીવન માં ઘણી બધી મુસીબતો નો સામનો કર્યો છે. પણ તે તેનાં જીવન માં કદી હિંમત હારી નથી. આ બહેન ના પુત્ર દુબઇ માં રહે છે. તેના પુત્ર જીમિત ગાંધી એ સોશિયલ મીડિયા મારફતે માતા ના વખાણ કર્યા હતા. માતા ની ઈચ્છા પ્રમાણે પુત્ર અને પુત્રવધુ એ માતા ની ઇચ્છા પ્રમાણે માતા ના બીજા લગ્ન કરાવી દીધા.

જીમિત ગાંધી એ કહ્યું કે તેના પિતા નું વર્ષ 2013 માં અવસાન થયું હતું. અને માતા ને 2019 માં થર્ડ સ્ટેજ નું બ્રેસ્ટ કેન્સર થયું હતું. બાદ માં તેમને કોરોના પણ થયો હતો પણ તે આ તમામ મુસીબતો નો સામનો કરી ને બહાર આવ્યા હતા. બાદ તે તેમના જીવન માં ખુબ જ એકલતા અનુભવતા હતા. તેમને તેમના જ એક પરિવાર ના નજીક ના મિત્ર કિરીટ પડિયા સાથે પ્રેમ થઇ ગયો હતો. આ વાત ઘણા સમય પછી કામિની બહેને તેના પુત્રવધૂ ને કહી અને ત્યારબાદ પુત્રે ને ખબર પડી.

કામિની બહેન આ અંગે સમાજ થી થોડા ડરતા હતા. માટે તે કોઈ ને કહેતા ન હતા. પણ પુત્ર અને પુત્રવધૂ એ માતા ના લગ્ન કિરીટ પડિયા સાથે કરાવી ને માતા ની ઇરછા પુરી કરી. પુત્ર એ કહ્યું કે કિરીટ પડિયા એક ખુબ જ સારા વ્યક્તિ છે. તે તેની માતા ને ઘણુ જ માન આપે છે. અને બને ને લગ્ન ની શુભકામનાઓ પાઠવી હતી. દીકરા અને પુત્રવધુ એ 14 ફેબ્રુઆરી ના રોજ વેલેન્ટાઈન ના દિવસે મુંબઈ માં લગ્ન કરાવી દીધા હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.