Gujarat

વિદ્યાર્થી એ કેનાલ માં પડી કરી લીધી આત્મહત્યા, કારણ જાણી ને સરકી જશે પગ નીચે થી જમીન.

Spread the love

આજના સમય માં અવારનવાર આત્મહત્યા ના બનાવો ખુબ સામે આવે છે. લોકો નાની નાની વાત માં આત્મહત્યા કરી બેસે છે. એવી જ એક હચમચાવી દે તેવી ઘટના ગાંધીનગર થી સામે આવી છે. જેમાં એક 20 વર્ષીય વિદ્યાર્થી એ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થી ના આપઘાત નું કારણ જાણી ને બધા લોકો ચકિત રહી ગયા છે. ગાંધીનગર ના પી-ડી-પી-યુ કોલેજ માં અભ્યાસ કરતા અમને આપઘાત કરી લીધો છે.

પી-ડી-પી-યુ કોલેજ ના બીટેક ના છઠા સેમેસ્ટર માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જે અમદાવાદ ના ચાંદખેડા ના શરણ રેસીડેન્સી માં રહે છે તેના પિતા નારાયણદાસ રેલવે માં ચીફ રીસર્વેશન ઓફિસર છે. અમન તેના માતા-પિતા નો એકનો એક પુત્ર હતો. બુધવારે અમનને પરીક્ષા હોય તે પરીક્ષા દરમીયાન ચોરી કરતા પકડાય ગયો હતો.

અમન પરીક્ષા માં ચોરી કરતા પકડાય ગયો બાદ માં તેનો મોબાઈલ ફોન કોલેજ વાળા એ જપ્ત કરી લીધો હતો. અમન આ વાત થી બોખલાય ગયો હતો. તે ઘરે જવાના બદલે સુઘડ કેનાલ માં છલાંગ મારીને મૃત્યુ પામ્યો હતો. અમન ચોરી કરતા પકડાય જતા કોલેજ વાળા એ તેના પર કોપીકેસ કર્યો હતો અને ફોન પણ જપ્ત કરી લીધો હતો. અમન રાત સુઘી ઘરે ન આવતા પરિવાર જનો એ શોધખોળ શરુ કરી હતી.

પરિવાર ને કોલેજ પર થી જાણ થઇ કે તે કોપીકેસ માં ઝડપાયો છે અને ત્યારે અમનનો ફોન પણ કોલેજ વાળા એ આપ્યો હતો. અમન ના ગુમ થયાની જાણ ઇન્ફોસીટી પોલીસ સ્ટેશને કરવામાં આવી. બાદ માં અમનનું બાઈક સુઘડ કેનાલ ની નજીક થી મળી આવતા અને શક જતા કેનાલ માં શોધખોળ કરી હતી. બાદ માં ફાયર બ્રિગેડ ને જાણ કરાય હતી. અમન ની લાશ કિનારા પર તરતી મળી આવી હતી. એ.એસ.આઈ. સંદીપભાઈ પણ કેનાલ પર આવી પહોંચી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *