મંદિર પરિસર બન્યું લડાઈ નો અખાડો ! બે પૂજારી વચ્ચે દાન ના રૂપિયા ને લઇ ને થઇ બબાલ…જુઓ વિડીયો.
આજના જમાના માં રોજ બરોજ નાના મોટા ઝગડાઓ થતા રહે છે. ક્યારેક ઝગડો એટલુ બધું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે, લોકો મારામારી પર ઉતરી આવે છે. જોકે ખાસ કરીને ઝગડા થવાનું મુખ્ય કારણ આજના જમાના માં પૈસા છે. પૈસા ની લેતી દેતી બાબતે બહુ મોટા ઝગડાઓ થતા હોય છે. પૈસા બાબતે સામાન્ય માણસો વચ્ચે ઝગડા થાય તે સ્વાભાવિક બાબત છે.
પરંતુ મંદિર ના બે પૂજારી વચ્ચે દાન ના રૂપિયા માટે ઝગડો થયા ની ઘટના સામે આવી છે. એટલી બધી મારા મારી થઇ કે એકબીજા ના માથા ફોડવા પર ઉતરી આવ્યા હતા. વધુ વિગતે જાણવા મળ્યુ કે, બિહાર ના રોહતાસ માં પ્રસિદ્ધ ભલુ ની ધામ માં માતા ભવાની ના મંદિર માં બે પૂજારી વચ્ચે લાકડીઓ અને દંડા થી મારામારી પર ઉતરી આવ્યા હતા. જુઓ વિડીયો.
रोहतास के भलुनी धाम में दान के पैसों के लिए आपस में भिड़े पुजारी. pic.twitter.com/XA5AdHL0mQ
— Utkarsh Singh (@UtkarshSingh_) July 2, 2022
આ મંદિર લડાઈ નો અખાડો બની ગયું હતું. બે પૂજારી સહીત બીજા અન્ય લોકો પણ આ મારામારી માં સામેલ હતા. ભલુ ની ધામ માં મંદિર પરિસર માં કેટલાય લોકો ની હાજરી માં બને પૂજારી મારામારી કરતા જોવા મળ્યા હતા. અને આ બાબત નુ કારણ હતું. મંદિર ના દાન માં આવેલા રૂપિયા. દાન ના રૂપિયા મંદિર ના કામો માં વપરાય છે અથવા પૂજારી તેની પાસે રાખે છે.
તે જ દાન ના રૂપિયા માટે બે પૂજારી લડી રહ્યા હતા. જોકે આ ઘટના માં કોઈ જાનહાની નોતી થઇ. ત્યાં ઉભેલા લોકો એ આમાં વચ્ચે પડી ને બંને પૂજારી ને શાંત કર્યા હતા. આ વિડીયો વાયરલ થતા જ લોકો પૂજારી ની ટીકા કરી રહ્યા છે. આવી લડાઈ નો વિડીયો જોઈ ને જોવા વાળા પણ ખુબ ગુસ્સે થઇ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો